તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Up 172 Points, Nifty Crosses 15200 Level; IndusInd Bank, Tech Mahindra Shares Rise

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 13 અંક વધ્યો, નિફ્ટી 15163 પર બંધ; ICICI બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • ITC, સન ફાર્મા, ONGC, ભારતી એરટેલ, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

ભારતીય શેરબજાર સપ્તાહના અંતિમ દિવસે ફ્લેટ બંધ થયા હતા. સેન્સેક્સ 13 અંક વધીને 51544 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 10 અંક ઘટીને 15163 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ICICI બેન્ક, એક્સિસ બેન્ક, ઈન્ફોસિસ, HDFC, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 2.67 ટકા વધી 647.50 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 1.37 ટકા વધી 750.35 પર બંધ રહ્યો હતો. જોકે ITC, સન ફાર્મા, ONGC, ભારતી એરટેલ, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 3.97 ટકા ઘટીને 217.45 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 2.53 ટકા ઘટીને 627.25 પર બંધ રહ્યો હતો.

ગ્રાસિમ, ગ્લેનમાર્ક ફાર્મા સહિત ભારત ડાઇનામિક્સ ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામો 12 ફેબ્રુઆરીએ બહાર પાડશે
ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, ભારત ફોર્જ, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, અનંતરાજ, અપોલો હોસ્પિટલ્સ, ફોર્સ, મોટર, દિલીપ બિલ્ડકોન, નાલ્કો, નાગાર્જુન ફર્ટિલાઈઝર, સિમેન્સ, શોભા, વોલ્ટાસ, હિન્દુસ્તાન એરોનોટિક્સ સહિત 953 કંપની ડિસેમ્બર ત્રિમાસિકનાં પરિણામ જાહેર કરશે.

શેરબજાર બે દિવસના મામૂલી ઘટાડા પછી ગઈકાલે વધારા સાથે બંધ રહ્યું હતું
11 ફેબ્રુઆરીએ સેન્સેક્સ 222.13 અંકના વધારા સાથે 51,531.52 પર બંધ થયો હતો. આ જ રીતે નિફ્ટી ઈન્ડેક્સ પણ 66.80 અંક વધી 15,173.30 પર બંધ થયો હતો. NSE પ્રોવિઝનલ ડેટા મુજબ, વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 944.36 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા, જ્યારેે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 707.68 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો