તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 357 Points, Nifty Crosses 13200 Level; Shares Of Ultratech Cement, Larsen Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 મહિનામાં સેન્સેક્સ 80% વધ્યો:પ્રથમ વખત 45 હજારને પાર, હવે 50 હજારનું લક્ષ્ય; માર્કેટ કેપ 78 લાખ કરોડ વધી

મુંબઈ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ICICI બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ભારતી એરટેલ, HULના શેર વધ્યા
  • રિલાયન્સ, બજાજ ફિનસર્વ, HCL ટેક, HDFC, NTPCના શેર ઘટ્યા

RBIએ મોંઘવારીના ઉચ્ચ સ્તરને જોતા રેપો રેટમાં ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની શુક્રવારે બજાર પર પોઝિટિવ અસર જોવા મળી હતી. તેના પગલે સેન્સેક્સ 446 અંક વધીને 45079 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 125 અંક વધીને 13258 પર બંધ રહ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ(BSE)નો ઈન્ડેક્સ પ્રથમ વખત 45 હજારના આંકડાને વટાવી ગયો છે. હવે તે 50 હજાર તરફ જઈ રહ્યો છે. 9 મહીનામાં તે 80 ટકા વધ્યો છે. 23 માર્ચના રોજ તે 25981 પર બંધ થયો હતો. સેન્સેક્સમાં આ સ્તર ડિસેમ્બર 2016 પછીનું સૌથી નીચેનું સ્તર હતું.

સેન્સેક્સ પર ICICI બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, સન ફાર્મા, ભારતી એરટેલ, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 4.20 ટકા વધીને 502.15 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 4.10 ટકા વધીને 5092.90 પર બંધ રહ્યો હતો. જોકે રિલાયન્સ, બજાજ ફિનસર્વ, HCL ટેક, HDFC, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 0.86 ટકા ઘટીને 1946.55 પર બંધ રહ્યો હતો. બજાજ ફિનસર્વ 0.74 ટકા ઘટીને 9045.00 પર બંધ રહ્યો હતો.

અશિયાઈ બજારોમાં વેચવાલી
આજે એશિયાઈ બજારોમાં જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ 43 અંક ઘટી 26765 પર કારોબાર કરી રહ્યો છે. બીજી તરફ હોન્ગકોન્ગનો હેંગસેંગ ઈન્ડેક્સ 52 અંકના વધારા સાથે 26781 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 0.11 ટકા વધી 3445 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના બજારોમાં સુસ્તી
ગુરુવારે અમેરિકાના બજારો ફ્લેટ જોવા મળ્યા ડાઉ જોન્સ ઈન્ડેક્સ 0.29 ટકાના વધારા સાથે 85.73 અંક વધી 29969.50 પર બંધ થયો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ પણ 27.82 અંક વધી 12377.20 પર બંધ થયો હતો. જ્યારે S&P 500 ઈન્ડેક્સ 0.06 ટકા ઘટી 3666.72 પર બંધ થયો હતો.

યુરોપના બજારોમાં ઘટાડો
યુરોપિયન માર્કેટમાં વેચવાલી દેખવા મળી છે. ગઈકાલે યુરોપના બજારોમાં ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 0.16 ટકાના ઘટાડા સાથે 5574.36 પર બંધ થયો હતો. જર્મનીનો DAX ઈન્ડેક્સ પણ 0.45 ટકાના ઘટાડા સાથે 13252.90 પર બંધ થયો હતો. જ્યારે બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 26.88 અંકના વધારા સાથે 6490.27 પર બંધ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

વધુ વાંચો