તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 133 અંક વધ્યો, નિફ્ટી 13981 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રાના શેર વધ્યા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ટીસીએસના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 133 અંક વધીને 47746 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 49 અંક વધીને 13981 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, મારૂતિ સુઝુકી, એમએન્ડએમ, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 4.11 ટકા વધીને 5355.30 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 2.63 ટકા વધીને 5334.50 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, સન ફાર્મા, એક્સિસ બેન્ક, ભારતી એરટેલ, ટીસીએસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 1.62 ટકા ઘટીને 898.80 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.08 ટકા ઘટીને 584.10 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં પણ ખરીદી
આજે એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હેંસસેંગ ઈન્ડેક્સ 307 અંક(1.49 ટકા)ના વધારા સાથે 26965 પર કારોબાર કરી રહ્યો છે. આ સિવાય ચીનનો શંઘાઈ ઈમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 30 અંક વધી 3409 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 80 અંક(0.29ટકા) ઘટી 27487 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના બજારોમાં ઘટાડો
મંગળવારે અમેરિકાના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે. ડાઉજોન્સ ઈન્ડેક્સ 0.22 ટકાના ઘટાડા સાથે 68 અંક ઘટી 30335 પર બંધ થયો હતો. આ રીતે S&P 500 ઈન્ડેક્સ 8 અંક ઘટી 3727 પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ 49 અંકના ઘટાડા સાથે 12850 પર બંધ થયો હતો.

યુરોપના બજારોમાં જોરદાર ખરીદી
ગઈકાલે યુરોપના બજારોમાં ખાસ કરીને બ્રિટનમાં જોરદાર ખરીદી થઈ હતી. FTSE ઈન્ડેક્સ 100 અંક(1.55 ટકા)ના વધારા સાથે 6602 પર બંધ થયો હતો. આ સિવાય ફ્રાન્સનો CAC ઈન્ડેક્સ 23 અંક(0.42 ટકા) વધી 5611 પર બંધ થયો હતો. બીજી તરફ જર્મનીનો DAX ઈન્ડેક્સ 28 અંક(0.21 ટકા)ના ઘટડા સાથે 13761ના સ્તરે બંધ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો