તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Sensex Up 259 Points, Nifty Closes At 13932; The Market Closed Higher For The 5th Day In A Row On Heavy Foreign Investment

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 259 અંક વધ્યો, નિફ્ટી 13932 પર બંધ; ભારે વિદેશી રોકાણના પગલે બજાર સતત 5માં દિવસે વધીને બંધ રહ્યું

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, HDFC, ICICI બેન્કના શેર વધ્યા
 • નેસ્લે, NTPC, પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 259 અંક વધીને 47613 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 59 અંક વધીને 13932 પર બંધ રહ્યો હતો. ક્લોઝિંગની રીતે ઈન્ડેક્સનું આ હાઈએસ્ટ લેવલ છે. આ પહેલા સોમવારે સેન્સેક્સ 47353.75ના સ્તરે બંધ થયો હતો. ભારે વિદેશી રોકાણના પગલે આજે સતત 5માં દિવસે શેરબજાર વધીને બંધ રહ્યાં હતા.

ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્કના શેર વધ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, ટેક મહિન્દ્રા, HDFC, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 5.41 ટકા વધીને 913.30 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 2.06 ટકા વધીને 630.25 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, NTPC, પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડીઝ લેબ્સ, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 1.74 ટકા ઘટીને 18275 પર બંધ રહ્યો હતો. NTPC 1.69 ટકા ઘટીને 98.75 પર બંધ રહ્યો હતો.

બજારમાં તેજી માટેના મુખ્ય કારણો

 • ઘરેલુ બજારમાં સતત ચાલુ ભારે વિદેશી રોકાણ.
 • અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 900 બિલિયન ડોલરન રાહત પેકેજ પર સહી કરી.
 • કોરોના વેક્સિનને લઈને સતત પોઝિટિવ અપડેટ.
 • બ્રેક્ઝિટ ડીલના સમાચારોથી યુરોપિયન બજારોમાં તેજી.
 • અન્ય એશિયાઈ બજારોમાં રેકોર્ડ તેજી

અશિયાઈ બજારોમાં પણ ખરીદી
યુરોપ અને અમેરિકાના બજારોમાં રેકોર્ડ તેજીના પગલે મંગળવારે અન્ય એશિયાઈ બજારોમાં પણ તેજી છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 734 અંક(2.74 ટકા)વધી 27589 પર બંધ થયો છે. આ સિવાય હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 269 અંકના વધારા સાથે 26854 પર બંધ થયો છે. જ્યારે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 18 અંક નીચે 3379 પર બંધ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો