તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 301 અંક વધ્યો, નિફ્ટીએ 13,800ની સપાટી વટાવી; SBI, ઇન્ડસઇન્ડ બેન્કના શેર વધ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • SBI, ઇન્ડસઇન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, HDFC બેન્ક, સન ફાર્માના શેર વધ્યા
  • એશિયન પેઇન્ટ્સ, TCSના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 380 અંક વધીને 47353 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 124 અંક વધીને 13873 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ટાઈટન કંપની, SBI, લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 3.15 ટકા વધી 1543.00 પર બંધ રહ્યો હતો. SBI 3.15 ટકા વધી 275.15 પર બંધ રહ્યો હતો. જોકે HUL, સન ફાર્મા, ડો.રેડ્ડીઝ લેબ્સ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 0.41 ટકા ઘટીને 2390.10 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 0.39 ટકા ઘટીને 587.55 પર બંધ રહ્યો હતો.

વિદેશી બજારની સ્થિતિ
ગ્લોબલ માર્કેટમાંથી મજબૂત સંકેતો મળી રહ્યા છે. અમેરિકામાં ટ્રમ્પે રાહત પેકેજ પર સહી કરી દીધી છે. Dow Futuresમાં 70 અંકથી વધુની મજબૂતાઈ જોવા મળી રહી છે. એશિયાઈ બજારોમાં પણ વધારો જોવાયો છે. SGX Nifty 25 અંક ઉપર જોવા મળી રહ્યો છે. અમેરિકામાં રાહત પેકેજ પાસ થવાથી સોના-ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી રહી છે. કોમેક્સ પર સોનું 1900 ડોલરને વટાવી ગયું છે. ચાંદીમાં લગભગ 4 ટકા ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડમાં થોડી નબળાઈ જોવા મળે છે. બ્રેન્ટ 51 ડોલરની નજીક આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો