• Gujarati News
  • Business
  • Sensex Rises 803 Points, Nifty Crosses 16800 Level; Shares Of HCL Tech, Tata Steel Rise

શેરબજાર:સેન્સેક્સ 497 અંક વધ્યો, નિફ્ટી 16770 પર બંધ; HCL ટેક, વિપ્રોના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેન્ક, SBI, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો મંગળવારે સમગ્ર દિવસની ચઢ-ઉતર પછી વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 497 અંક વધીને 56319 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 157 અંક વધી 16770 પર બંધ રહ્યો હતો. આ તેજીના કારણે રોકાણકારોની સંપત્તિ 3.26 લાખ કરોડ રૂપિયા વધી ગઈ છે. ગઈકાલે લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ 252.57 લાખ કરોડ રૂપિયા હતી. જે આજે 255.83 લાખ કરોડ રૂપિયા થઈ છે.

HCL ટેક, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા
સેન્સેક્સ પર HCL ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. HCL ટેક 4.30 ટકા વધી 1209.70 પર બંધ રહ્યો હતો. વિપ્રો 3.77 ટકા વધી 691.50 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, એક્સિસ બેન્ક, SBI, એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 1.81 ટકા ઘટી 206.00 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 1.16 ટકા ઘટી 667.00 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સના 30માંથી 7 શેર ઘટાડા સાથે બંધ થયા
સેન્સેક્સ સવારે 480 અંકના વધારા સાથે 56320 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 56900ના ઉપરના અને 56047ના નીચલા સ્તરે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માંથી 7 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક અને પાવર ગ્રીડના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક, વિપ્રો, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, ટાઈટન, સનફાર્મા અને અલ્ટ્રાટેકના શેર વધીને બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...