• Gujarati News
  • Business
  • Sensex Down 650 Points, Below Nifty 17300; Shares Of IndusInd Bank, Titan Company Fell

શેરબજાર:સેન્સેક્સમાં 889 અંકનું ગાબડું, નિફ્ટી 16985 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, HULના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફોસિસ, HCL ટેક, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, TCSના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 889 અંક ઘટી 57011 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 263 અંક ઘટી 16985 પર બંધ રહ્યો હતો.

ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.71 ટકા ઘટી 885.00 પર બંધ રહ્યો હતો. HUL 3.41 ટકા ઘટી 2230.85 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ફોસિસ, HCL ટેક, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, TCS સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 2.91 ટકા વધી 1823.00 પર બંધ રહ્યો હતો. HCL ટેક 0.96 ટકા વધી 1171.60 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે વધારા સાથે બંધ થયું હતુ બજાર
ગુરુવારે સેન્સેક્સ 113 અંક વધી 57901 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 27 અંક વધી 17248 પર બંધ થયો હતો. સવારે સેન્સેક્સ 400 અંક વધ્યો હતો. જોકે બપોર પછી તેમાં ઘટાડો નોંધાયો હતો. અંતે તે વધીને બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...