શેરબજાર:સેન્સેક્સ 113 અંક વધ્યો, નિફ્ટી 17248 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 113 અંક વધી 57901 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 27 અંક વધી 17248 પર બંધ રહ્યો હતો.

બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ટાઈટન કંપનીના શેર વધ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ટાઈટન કંપની, રિલાયન્સ, HCL ટેક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 2.61 ટકા વધી 7028.60 પર બંધ થયો હતો. ઈન્ફોસિસ 2.19 ટકા વધી 1771.40 પર બંધ થયો હતો. જોકે મારૂતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ઓટો, સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર ઘટીને બંધ થયા હતા. મારૂતિ સુઝુકી 1.51 ટકા ઘટી 7452.65 પર બંધ થયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 1.50 ટકા ઘટી 741.30 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...