તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Shares Of Tata Steel, Maruti Suzuki Rise, Sensex Crosses 56500 And Nifty Crosses 16800

શેરબજાનો નવો રેકોર્ડ:પ્રથમ વખત સેન્સેક્સ 56800 અને નિફ્ટી 16900ને પાર બંધ; ભારતી એરટેલ, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટેક મહિન્દ્રા, નેસ્લે, TCS, ઈન્ફોસિસના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોએ સપ્તાહના પ્રથમ દિવસે રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 765 અંક વધી 56889 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 226 અંક વધી 16931 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, ટાટા સ્ટીલ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 4.44 ટકા વધી 620.35 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 4.15 ટકા વધી 783.75 પર બંધ રહ્યો હતો. જોકે ટેક મહિન્દ્રા, નેસ્લે, TCS, ઈન્ફોસિસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 1.88 ટકા ઘટી 1419.35 પર બંધ રહ્યો હતો. નેસ્લે 0.95 ટકા ઘટી 19763.60 પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, લાર્સન, મારૂતિ સુઝુકીના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, લાર્સન, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાઈટન કંપની સહિતના શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 3.62 ટકા વધી 1434.20 પર કારોબાર કરી રહ્યો છે. લાર્સન 2.46 ટકા વધી 1678.00 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 2.58 ટકા વધી 7143.20 પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ 2.21 ટકા વધી 607.10 પર કારોબાર કરી રહ્યો છે. મારૂતિ સુઝુકી 2.18 ટકા વધી 6750.00 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ટેક મહિન્દ્રા, નેસ્લે, વિપ્રો, એસબીઆઈ લાઈફ ઈન્સ્યુરન્સ, બ્રિટાનિયા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.46 ટકા ઘટી 1439.90 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 0.30 ટકા ઘટી 19893.90 પર કારોબાર કરી રહ્યો છે.

શુક્રવારે સેન્સેક્સ 176 અને નિફ્ટી 68 અંક વધીને બંધ રહ્યાં હતા
ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 176 અંક વધી 56124 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 68 અંક વધી 16705 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, ડો.રેડ્ડી લેબ્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેકસિમેન્ટ 3.64 ટકા વધી 7572.70 પર બંધ રહ્યો હતો. લાર્સન 2.66 ટકા વધી 1637.65 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, નેસ્લે, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 1.07 ટકા ઘટી 1708.45 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 1.04 ટકા ઘટી 990.85 પર બંધ રહ્યો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજારમાં ખરીદી જોવા મળી. ડાઓ જોન્સ 0.69 ટકાના વધારા સાથે 35455 પર બંધ થયું. નેસ્ડેક 1.23 ટકાની તેજીની સાથે 15129 અને S&P 500 0.88 ટકા વધી 4509 પર બંધ થયું.