તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rose 176 Points, Nifty Closed At 16705; Shares Of Ultratech Cement, Dr. Reddy Labs Rose

શેરબજાર:સેન્સેક્સ 176 અંક વધ્યો, નિફ્ટી 16705 પર બંધ; અલ્ટ્રાટેક સિમેન્ટ, ડો.રેડ્ડી લેબ્સના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, નેસ્લે, HCL ટેકના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 176 અંક વધી 56124 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 68 અંક વધી 16705 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર અલ્ટ્રાટેક સિમેન્ટ, લાર્સન, ડો.રેડ્ડી લેબ્સ, બજાજ ફિનસર્વ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેકસિમેન્ટ 3.64 ટકા વધી 7572.70 પર બંધ રહ્યો હતો. લાર્સન 2.66 ટકા વધી 1637.65 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ફોસિસ, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, નેસ્લે, HCL ટેક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ફોસિસ 1.07 ટકા ઘટી 1708.45 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 1.04 ટકા ઘટી 990.85 પર બંધ રહ્યો હતો.

BSE પર 379 શેર્સમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 166 શેર્સ 52 સપ્તાહના ઉપરના સ્તર પર અને 18 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 379 શેર્સમાં અપર સર્કિટ લાગી, જ્યારે 182 શેર્સમાં લોઅર સર્કિટ લાગી.

1920 શેર્સ વધારા સાથે બંધ થયા
BSE પર 3388 શેર્સમાં કારોબાર થઈ રહ્યો છે. જેમાંથી 1920 શેર્સ વધારા સાથે અને 1282 શેર્સ લાલ નિશાનમાં બંધ થયા હતા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 243.65 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગઈ છે. આ પહેલા ગુરુવારે સેન્સેક્સ 5 અંક વધી 55949 પર અને નિફ્ટી 2 અંક વધી 16637 પર બંધ થયો હતો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.54 ટકાની નબળાઈ સાથે 35213 પર બંધ થયો. નેસ્ડેક 0.64 ટકા ઘટી 14945 અને S&P 500 0.58 ટકા ઘટી 4469 પર બંધ થયો હતો.