તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 5 અંક વધ્યો, નિફ્ટી 16636 પર બંધ; રિલાયન્સ, M&Mના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ કોર્પ, SBI, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 4.89 અંક વધી 55949.10 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 2.25 અંક વધી 16636.90 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર રિલાયન્સ, M&M, HCL ટેક, એક્સિસ બેન્ક, ICICI બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. રિલાયન્સ 1.28 ટકા વધી 2230.50 પર બંધ રહ્યો હતો. M&M 1.26 ટકા વધી 782.00 પર બંધ રહ્યો હતો. જોકે ભારતી એરટેલ, મારૂતિ સુઝુકી, SBI, પાવર ગ્રીડ કોર્પ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ભારતી એરટેલ 4.48 ટકા ઘટી 585.00 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.52 ટકા ઘટી 6614.00 પર બંધ રહ્યો હતો.

BSE પર 396 શેરમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 148 શેર્સ 52 સપ્તાહના ઉપરના સ્તર અને 24 શેર્સ 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા હતા. આ સિવાય 396 શેર્સમાં અપર સર્કિટ લાગી જ્યારે 203 શેર્સમાં લોઅર સર્કિટ લાગી.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર પણ તેજીની સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.11 ટકાના વધાર સાથે 35405 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.15 ટકાના વધારા સાથે 15041 અને S&P 500 0.22 ટકાની તેજીની સાથે 4496 પર બંધ થયો હતો.

બુધવારે પણ બજારો ફ્લેટ બંધ રહ્યાં હતા
ભારતીય શેરબજારો બુધવારે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 15 અંક ઘટી 55944 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 10 અંક વધી 16634 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે 56198 અને નિફ્ટીએ 16172નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.