તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 15 અંક ઘટ્યો, નિફ્ટી 16634 પર બંધ; TCS, ઈન્ફોસિસના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 15 અંક ઘટી 55944 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 10 અંક વધી 16634 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે 56198 અને નિફ્ટીએ 16172નો નવો રેકોર્ડ બનાવ્યો હતો.

TCS, ઈન્ફોસિસ, રિલાયન્સના શેર વધ્યા
સેન્સેક્સ પર TCS, ઈન્ફોસિસ, રિલાયન્સ, નેસ્લે, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. TCS 1.31 ટકા વધી 3659.50 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.96 ટકા વધી 1737.20 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, ટાઈટન કંપની, મારૂતિ સુઝુકી, ભારતી એરટેલ, ટાટા સ્ટીલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 3.51 ટકા ઘટી 15896.70 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 2.08 ટકા ઘટી 1829.90 પર બંધ રહ્યો હતો.

BSE પર 446 શેરમાં અપર સર્કિટ લાગી
BSE પર કારોબાર દરમિયાન 150 શેર 52 સપ્તાહના ઉપરના અને 28 શેર 52 સપ્તાહના નીચલા સ્તર પર કારોબાર કરતા જોવા મળ્યા. આ સિવાય 446 શેરમાં અપર સર્કિટ લાગી જ્યારે 223 શેરમાં લોઅર સર્કિટ લાગી.

અદાણી પોર્ટ નિફ્ટીનો ટોપ ગેનર
બજારને ઓઈલ એન્ડ ગેસ અને મેટલ શેરને સપોર્ટ મળ્યો છે. ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1.12 ટકાની તેજીની સાથે બંધ થયો. અદાણી ટોટલ ગેસનો શેર 5 ટકાની તેજીની સાથે બંધ થયો. આ સિવાય હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન અને ઓઈલ ઈન્ડિયાના શેરમાં 3 ટકાથી વધુની તેજી રહી. અદાણી પોર્ટ 3.70 ટકાની તેજીની સાથે નિફ્ટીનો ટોપ ગેનર રહ્યો.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજાર પણ તેજીની સાથે બંધ થયા. ડાઉ જોન્સ 0.09 ટકાના વધારા સાથે 35366 પર બંધ થયો. નેસ્ડેક 0.52 ટકાના વધારા સાથે 15019 અને S&P 500 0.15 ટકાની તેજી સાથે 4486 પર બંધ થયો.