ભારતીય શેરબજારો આજે રેકોર્ડ લેવલે પહોંચ્યા પછી દિવસના અંતે સેન્સેક્સ 163 અંક ઘટી 55629 પર બંધ રહ્યો હતો. જ્યારે 46 અંક ઘટી 16568 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 56118.57 અને નિફ્ટી 16701.85ના રેકોર્ડ લેવલે પહોંચ્યો હતો.
કોટક મહિન્દ્રા, ICICI બેન્ક, પાવર ગ્રીડ કોર્પના શેર ઘટ્યા
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, ICICI બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, HDFC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 2.09 ટકા ઘટીને 1750.65 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 1.80 ટકા ઘટીને 688.40 પર બંધ રહ્યો હતો. જોકે અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.46 ટકા વધીને 7592.60 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 2.12 ટકા વધી 6544.45 પર બંધ રહ્યો હતો.
બજારમાં તેજીનાં કારણ
માર્કેટ કેપ 241.66 લાખ કરોડને પાર
BSE પર 2,221 શેરમાં કારોબાર થઈ રહ્યો છે, જેમાં 1281 શેર વધારા સાથે અને 860 શેર ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા છે. એની સાથે લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 241.66 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.
HDFC બેન્કને નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાની મંજૂરી
ભારતીય રિઝર્વ બેન્કએ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેન્ક HDFC બેન્કને મોટી રાહત આપી છે. RBIએ બેન્કને નવું ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવાની મંજૂરી આપી દીધી છે. ડિસેમ્બરમાં રિઝર્વ બેન્કે નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
મંગળવારે સેન્સેક્સ 210 અને નિફ્ટી 52 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ દિવસના અંત 210 અંક વધી 55792 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 52 અંક વધી 16614 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે કારોબાર દરમિયાન સેન્સેક્સ 55854.88 અને નિફ્ટી 16628.55ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.
અમેરિકાનાં શેરબજારની સ્થિતિ
આ પહેલાં અમેરિકા શેરબજારો ઘટાડા સાથે બંધ થયાં. ડાઉ જોન્સ 0.79% ઘટી 35343 પર બંધ થયો. નેસ્ડેક 0.93% ઘટી 14656 અને S&P 500 0.71%ના ઘટાડા સાથે 4448 પર બંધ થયો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.