તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Rises 273 Points, Nifty Crosses 16300 Level; Shares Of Power Grid Corp, Tech Mahindra Rose

શેરબજાર:સેન્સેક્સ 318 અંક વધ્યો, નિફ્ટી 16364 પર બંધ; ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, M&M, રિલાયન્સના શેર ઘટ્યા

ભારત શેરબજારોમાં આજે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 318 અંક વધી 54843 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82 અંક વધી 16364 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. સેન્સેક્સ 54874.10 અને નિફ્ટી 16375.50ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, HCL ટેકના શેર વધ્યા
સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, HCL ટેક, ટાઈટન કંપની, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 6.22 ટકા વધી 187.05 પર બંધ રહ્યો હતો. ટેક મહિન્દ્રા 4.82 ટકા વધી 1387.05 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, એક્સિસ બેન્ક, M&M, રિલાયન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 0.67 ટકા ઘટીને 4712.45 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 0.56 ટકા ઘટી 1035.30 પર બંધ રહ્યો હતો.

PVનું વેચાણ 44% વધી 2.64 લાખ યુનિટઃ SIAM
SIAMના જણાવ્યા અનુસાર જુલાઈમાં PVનું વેચાણ 44 ટકા વધી 2.64 લાખ યુનિટ રહ્યું. 3-વ્હીલરનું વેચાણ 12728 યુનિટથી વધી 17888 યુનિટ થઈ ગયું છે. વાર્ષિક આધાર પર 2-વ્હીલરનું વેચાણ 2 ટકા ઘટી 12.53 લાખ યુનિટ રહ્યું છે. મોટરસાઈકલનું વેચાણ 6 ટકા ઘટી 8.37 લાખ યુનિટ પર રહ્યું છે. જ્યારે યુટિલિટી વાહનનું વેચાણ 73 ટકા વધી 1.24 લાખ યુનિટ રહ્યું છે.

નુકસાનમાંથી નફામાં આવી ભારત ફોર્જ
ભારત ફોર્જે ફાઈનાન્શિયલ વર્ષ 2021-22ના જૂન ત્રિમાસિકના પરિણામો જાહેર કરી દીધા છે. એપ્રિલથી જૂન દરમિયાન કંપની નુકસાનમાંથી નફામાં આવી છે. કંપનીને જૂન ત્રિમાસિકમાં 167 કરોડ રૂપિયાનો નફો થયો છે. ગત વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને 56 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કંપનીની આવક વાર્ષિક આધાર પર 427 કરોડ રૂપિયાથી વધી 1370 કરોડ રૂપિયા થઈ ગઈ છે.

અમેરિકાના શેરબજાર
અમેરિકાના શેરબજારની વાત કરીએ તો ડાઉજોન્સ 0.62 ટકા વધી 35485 પર બંધ થયું હતો. નેસ્ડેક 0.16 ટકાની નબળાઈની સાથે 14765 અને S&P 500 સામાન્ય વધારા સાથે 4,447 પર બંધ થયું હતું.