તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 984 અંક ઘટ્યો, નિફ્ટી 14,631 પર બંધ; HDFC બેન્ક, એશિયન પેઈન્ટના શેર ઘટ્યા

મુંબઈ15 દિવસ પહેલા
  • ONGC, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ, બજાજના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ 984 અંક ઘટી 48,782 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 264 અંક ઘટી 14,631 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, સન ફાર્મા, ડો.રેડ્ડી લેબ્સ, બજાજ ઓટો સહિતના શેર વધીને બંધ રહ્યા હતા. ONGC 4.32 ટકા વધીને 108.55 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 1.57 ટકા વધીને 654.70 પર બંધ રહ્યો હતો. જોકે HDFC, HDFC બેન્ક, ICICI બેન્ક, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યા હતા. HDFC 4.38 ટકા ઘટીને 2420.15 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 3.36 ટકા ઘટીને 600.40 પર બંધ રહ્યો હતો.

તમામ એશિયાઈ બજારોમાં ઘટાડો
ચીનમાં મેન્યુફેકચરિંગ સેક્ટરોના સર્વે મુજબ, પ્રોડક્શન અનુમાનથી ઓછું રહેવાને કારણે એશિયાઈ બજારોમાં ઘટાડો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 225 અંક ઘટી 28839 પર પોઈન્ટ પર બંધ રહ્યો. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 627ના ઝડપી ઘટાડા સાથે 28675 પર રહ્યો. કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 26.21 અંકના ઘટાડા સાથે 3147 પર બંધ થયો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 28 પોઈન્ટ નીચે 3446 પર રહ્યો. ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સમાં 55 પોઈન્ટ ઘટી 7290 પર બંધ થયો.

મજબૂતીની સાથે બંધ થયાં હતાં અમેરિકાનાં માર્કેટ
જોકે અમેરિકાના સ્ટ્રોન્ગ ઈકોનોમિક ડેટા અને કંપનીઓના શાનદાર પ્રોફિટ ગ્રોથના આંકડાઓનો સપોર્ટ અમેરિકાના માર્કેટને મળી રહ્યો છે. એમાં ઈકોનોમિક સપોર્ટ આપવાના ફેડ રિઝર્વના કમિટમેન્ટનો પણ હાથ છે.

FII અને DII ડેટા
NSE પરના પ્રોવિઝનલ ડેટા મુજબ, 30 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ ચોખ્ખા 809 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ ચોખ્ખા 942 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા, એટલે કે FII તરફથી ખરીદવામાં આવેલા શેરની કિંમત વેચવામાં આવેલા શેરથી વધુ રહી, જ્યારે DIIએ ખરીદવા કરતાં વધુ શેર વેચ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો