તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 786 Points, Nifty Crosses 14800 Level; Bajaj Finance, IndusInd Bankan Shares Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 790 અંક વધ્યો, નિફ્ટી 14864 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • નેસ્લે, HCL ટેક, ટીસીએસ, ડો.રેડ્ડી લેબ્સ, લાર્સનના શેર ઘટ્યા

ભારતીય શેરબજારોમાં બુધવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 790 અંક વધી 49733 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 211 અંક વધીને 14864 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 8.32 ટકા વધીને 5279.15 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 5.08 ટકા વધીને 927.05 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, HCL ટેક, લાર્સન, TCS, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 0.96 ટકા ઘટીને 16622.00 પર બંધ રહ્યો હતો. HCL ટેક 0.55 ટકા ઘટીને 923.80 પર બંધ રહ્યો હતો.

યુરોપિયન બજારમાં મજબૂત શરૂઆત
યુરોપના ત્રણે મહત્વના સ્ટોક એક્સચેન્જોના બેન્ચમાર્ક ઈન્ડેક્સની શરૂઆત મજબૂત રહી છે. બ્રિટનના FTSE ઈન્ડેક્સ 0.19 ટકાના વધારા સાથે 6958 પોઈન્ટ પર છે. ફ્રાન્સનો CACના ઈન્ડેક્સ 0.29 ટકાની મજબૂતાઈની સાથે 6292 પોઈન્ટ પર છે. જર્મનીનો DAX ઈન્ડેક્સ 0.19 ટકાની તેજીની સાથે 15279 પોઈન્ટ પર છે.

મોટાભાગના એશિયાઈ બજારોમાં વધારો
- હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 69 અંક વધી 28971 પર કારોબાર કરી રહ્યો છે.
- ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 2 અંકના વધારા સાથે 3445 પર આવી ગયો છે.
- કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 32 અંકના ઘટાડા સાથે 3183 પર કારોબાર કરી રહ્યો છે.
- ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 24 પોઈન્ટના વધારા સાથે 7320 પર પહોંચી ગયો છે.
- જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 62 અંક ઉપર 29063 પોઈન્ટ પર બંધ થયો.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
મંગળવારે મોટાભાગના અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. માત્ર ડાઉ જોન્સ 0.01 ટકાના વધારા સાથે 3.36 અંક ઉપર 33984.90 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.34 ટકાના ઘટાડા સાથે 48.56 અંક નીચે 14090.20 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ 0.90 પોઈન્ટ ઉપર 4186.76 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ ઘટાડા સાથે બંધ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો