તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Up 508 Points, Nifty Closes At 14485; Shares Of Axis Bank, Ultratech Cement Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 508 અંક વધ્યો, નિફ્ટી 14485 પર બંધ; એક્સિસ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • HCL ટેક, HDFC બેન્ક, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, TCSના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવેસ વધીને બંધ રહ્યો હતો. સેન્સેક્સ 508 અંક વધી 48386 પર બંધ થયો હતો. નિફ્ટી 144 અંક વધી 14485 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એક્સિસ બેન્ક 4.40 ટકા વધીને 700.40 પર બંધ થયો હતો. આઈસીઆઈસીઆઈ બેન્ક 3.63 ટકા વધીને 590.75 પર બંધ થયો હતો. જોકે HCL ટેક, HDFC બેન્ક, મારૂતિ સુઝુકી, સન ફાર્મા, ટીસીએસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HCL ટેક 2.87 ટકા ઘટીને 928.40 પર બંધ થયો હતો. HDFC બેન્ક 0.66 ટકા ઘટીને 1404.90 પર બંધ થયો હતો.

એશિયાઈ બજારોમાં વધારો

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 61 પોઈન્ટ વધી 29137 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 19 અંકના વધારા સાથે 3493 પર આવી ગયો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 21 અંકના વધારા સાથે 3207 પર કારોબાર કરી રહ્યો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 85 પોઈન્ટ ઉપર 29106 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના બજારો વધારા સાથે બંધ
શુક્રવારે અમેરિકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.67 ટકાના વધારા સાથે 227.59 અંક વધી 34043.50 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.44 ટકાના વધારા સાથે 198.40 અંક ઉપર 14016.80 પર બંધ થયો હતો. S&P ઈન્ડેક્સ પણ 45.19 પોઈન્ટ ઉપર 4180.17 પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સ અને જર્મનીના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 23 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 1360.76 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1695.59 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ 202 પોઈન્ટ ઘટી 47878 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 63 અંક ઘટી 14341 પર બંધ થયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો