તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 111 અંક વધ્યો, નિફ્ટી 15197 પર બંધ; SBI, એક્સિસ બેન્કનો શેર વધ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 111 અંક વધી 50651 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 22 અંક વધી 15197 પર બંધ થયો હતો. સેન્સેક્સ પર SBI, લાર્સન, એક્સિસ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 2.73 ટકા વધીને 412.05 પર બંધ રહ્યો હતો. લાર્સન 1.74 ટકા વધીને 1443.25 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, ઈન્ડસઈન્ડ બેન્ક, એમએન્ડએમ, HUL, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 1.22 ટકા ઘટીને 1520.40 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 1.20 ટકા ઘટીને 1004.05 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ
એશિયાઈ બજારોમાં મિશ્ર વલણ રહ્યું છે. કોરિયાના કોસ્પીને છોડીને એશિયાઈના અગ્રણી સ્ટોક ઈન્ડેક્સ મજબૂતાઈ સાથે બંધ થયા છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.19 ટકા, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 0.31 ટકા અને હોંગકોંગનો હેંગસેંગ 0.04 ટકા મજબૂત થયો. જોકે કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.38 ટકા ઘટ્યો છે. જ્યારે ઓસ્ટ્રેલિયાનો ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 0.15 ટકા વધી 7276 પર બંધ થયો છે.

યુરોપમાં મજબૂત શરૂઆત
યુરોપીય શેરબજારોની શરૂઆત મજબૂત રહી છે. બ્રિટનના FTSE, ફ્રાન્સના CAC અને જર્મનીના DAXમાં તેજી છે.

અમેરિકાના બજાર ઉતાર-ચઢાવ સાથે બંધ
શુક્રવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવ સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.36 ટકાના વધારા સાથે 123.69 અંક ઉપર 34207.80 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.48 ટકાના ઘટાડા સાથે 64.75 અંક નીચે 13471.00 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 3.26 પોઈન્ટ નીચે 4155.86 પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સ અને જર્મનીનું બજાર વધારા સાથે બંધ થયું હતું.