તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 375 અંક વધ્યો, નિફ્ટી 14406 પર બંધ; આઈસીઆઈસીઆઈ બેન્ક, HDFCના શેર વધ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • ટાઈટન કંપની, HUL, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 375 અંક વધીને 48080 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 110 અંક વધીને 14406 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર આઈસીઆઈસીઆઈ બેન્ક, HDFC, બજાજ ઓટો, HDFC બેન્ક, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ICICI બેન્ક 3.60 ટકા વધીને 579.15 પર બંધ રહ્યો હતો. HDFC 2.67 ટકા વધીને 2479.30 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, HUL, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.75 ટકા ઘટીને 1480.90 પર બંધ રહ્યો હતો. HUL 1.81 ટકા ઘટીને 2349.80 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ શેરબજારોમાં વધારો

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 83 અંક ઉપર 28728 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 3 અંકના મામૂલી વધારા સાથે 3476 પર આવી ગયો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 13 અંકના સામાન્ય વધારા સાથે 3189 પર કારોબાર કરી રહ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 26 પોઈન્ટ ઉપર 7285 પર પહોંચી ગયો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 590 પોઈન્ટ ઉપર 29099 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ
બુધવારે અમેરિકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.93 ટકાના વધારા સાથે 316.01 અંક ઉપર 34137.30 પર બંધ થયો હતો. નેસ્ડેક 1.19 ટકાના વધારા સાથે 163.95 અંક ઉપર 13950.20 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ પણ 38.48 પોઈન્ટ ઉપર 4173.42 પર બંધ થયો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો