તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 883 અંક ઘટ્યો, નિફ્ટી 14359 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, ONGCના શેર ઘટ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • 16 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 473.51 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 657.55 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 883 અંક ઘટીને 47949 પર બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી 258 અંક ઘટીને 14359 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ONGC, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, લાર્સન સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 4.17 ટકા ઘટીને 201.15 પર બંધ રહ્યો હતો. ONGC 3.91 ટકા ઘટીને 103.10 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ફોસિસના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 1.58 ટકા વધીને 4970.55 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 0.74 ટકા વધીને 1362.60 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ શેરબજારોમાં વધારો

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 301 પોઈન્ટ પર 29310 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 42 અંકના વધારા સાથે 3468 પર આવી ગયો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 13 અંકના મામૂલી વધારા સાથે 3212 પર કારોબાર કરી રહ્યો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 15 પોઈન્ટ ઉપર 7341 પર પહોંચી ગયો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 27 પોઈન્ટ ઉપર 29710 પર કારોબાર કરી રહ્યો છે.

અમેરિકાનાં બજાર વધારા સાથે બંધ
શુક્રવારે અમેરિકાનાં બજાર વધારા સાથે બંધ થયાં હતાં. ડાઉ જોન્સ 0.48 ટકાના વધારા સાથે 164.68 અંક ઉપર 34200.70 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.10 ટકાના વધારા સાથે 13.58 અંક ઉપર 14052.30 પર બંધ થયો હતો. S&P ઈન્ડેક્સ પણ 15.05 પોઈન્ટ ઉપર 4185.47 પર બંધ થયું. આ રીતે ફ્રાન્સ અને જર્મનીનું બજાર પણ વધારા સાથે બંધ થયું હતું.

FII અને DII ડેટા
NSE પર હાલના પ્રોવિઝનલ ડેટા મુજબ, 16 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 473.51 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 657.55 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ 28 અંક વધી 48,832 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી પણ 36 અંક વધી 14,617 પર બંધ થયો હતો.