તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શેરબજાર:સેન્સેક્સ 986 અંક વધ્યો, નિફ્ટીએ 9260ની સપાટી વટાવી; એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરમાં તેજી

મુંબઈ6 મહિનો પહેલા
  • એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકીના શેર વધ્યા
  • નેસ્લે, એચયુએલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ટાઈટન કંપનીના શેર ઘટ્યા

સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર વધીને બંધ રહ્યું હતું. સેન્સેક્સ 986 અંક વધીને 31588 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 273 અંક વધીને 9266 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, આઈસીઆઈસીઆઈ બેન્ક, મારૂતિ સુઝુકી અને ટીસીએસ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. જોકે નેસ્લે, એચયુએલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને ટાઈટન કંપનીના શેર ઘટીને બંધ રહ્યાં હતા.

વિશ્વભરના બજારો વધારા સાથે બંધ

ગુરુવારે ભારતની સાથે વિશ્વભરના બજારો વધાર સાથે બંધ થયા હતા. અમેરિકાના બજાર ડાઉ જોન્સ 0.14 ટકા વધારા સાથે 33.33 અંક વધી 25,537.70 પર બંધ થયા હતા. જ્યારે અમેરિકાના બીજા બજાર નેસ્ડેક 1.66 ટકા વધારા સાથે 139.19 અંક વધી 8,532.36 પર બંધ થયા હતા. બીજી તરફ એસએન્ડપી 0.58 ટકા વધારા સાથે 16.19 અંક વધી 2,799.55 પર બંધ થયો હતો. ફ્રાન્સ, કેનેડાના બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.79 ટકા વધારા સાથે 23.25 અંક વધી 2,842.28 પર બંધ થયો હતો.  

RBIના ગવર્નરે કહ્યું વિશ્વમાં મોટી મંદીનું અનુમાન

કોવિડ-19થી ધીમી પડેલી આર્થિક ગતવિધિઓ માટે શુક્રવારે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. શક્તિકાંત દાસે કહ્યું કે 50,000 કરોડ રૂપિયાની કિંમતના TLTRO 2.0ને લોન્ચ કરશે. તેમણે કહ્યું કે કોરોના સંક્રમણના કારણે આ સૌથી કાળો સમય છે અને આપણે અજવાળા તરફ જોવાનું છે. તેમણે કહ્યું કે ભારત માટે 1.9 ટકા જીડીપી વૃદ્ધિનું IMFનું અનુમાન G20 દેશોમાં સૌથી વધુ છે અને સાથે જ બેન્કોએ ઉચિત કાર્ય કરવાનું નક્કી કર્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા વિશ્વાસ તથા કાર્ય ક્ષમતા દ્વારા સ્થિતિઓ વધારે સારું જાળવી રાખવાનો પ્રયાસ કરો અને સફળતા પણ પ્રાપ્ત થશે. કોઇ પ્રકારનો પ્રોપર્ટી સંબંધી જો કોઇ મામલો અટવાયેલો છે તો આજે તેના ઉપર તમારું...

વધુ વાંચો