તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rises 316 Points, Nifty Crosses 14800 Level; Shares Of Ultratech Cement, Bajaj Auto Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 521 અંક વધ્યો, નિફ્ટી 14867 પર બંધ; ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

મુંબઈ18 કલાક પહેલા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 521 અંક વધીને 50029 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 177 અંક વધીને 14867 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.12 ટકા વધીને 993.35 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.88 ટકા વધીને 1804.45 પર બંધ રહ્યો હતો. જોકે HUL, HDFC બેન્ક, નેસ્લે, TCSના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HUL 1.29 ટકા ઘટીને 2399 પર બંધ રહ્યો હતા. HDFC બેન્ક 0.47 ટકા ઘટીને 1486.50 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં સતત બીજા દિવસે ખરીદી

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 235 અંક એટલે કે 0.83 ટકા વધી 28601 પર પહોંચી ગયો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 4 પોઈન્ટના સામાન્ય વધારા સાથે 3446 પર કારોબાર કરી રહ્યો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 198 અંક વધી 29377 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 0.40 ટકા સુધીનો વધારો છે.

અમેરિકાના બજારોમાં ઘટાડો
ટેક્નોલોજી શેરમાં ખરીદીથી અમેરિકાના શેરબજારોમાં વધારો નોંધાયો છે. નેસ્ડેક ઈન્ડેક્સ 201 અંક વધી 13246 અંકો પર બંધ થયો. આ રીતે S&P 500 ઈન્ડેક્સ પણ 14 અંક વધી 3972 અંક પર પહોંચ્યો. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સ 85 અંક ઘટાડા સાથે 32981 પર બંધ થયો હતો. આ પહેલા યુરોપિયન માર્કેટમાં પણ વેચવાલી રહી, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.​​​​​

બે દિવસ પછી બજારમાં ઘટાડો
શેરબજારમાં 31 માર્ચે સતત બીજા દિવસના વધારા બાદ ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 626 અંક ઘટી 49509.15 પર અને નિફ્ટી ઈન્ડેક્સ 154 અંક ઘટી 14690.70 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારોએ 1685.91 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 2081.52 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો