• Gujarati News
  • Business
  • Sensex Fell 257 Points, Nifty Closed At 17829; Shares Of Sun Pharma, IndusInd Bank Fell

શેરબજાર:સેન્સેક્સ 257 અંક ઘટ્યો, નિફ્ટી 17829 પર બંધ; સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, SBI, ટાટા સ્ટીલના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 257 અંક ઘટી 59771 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 60 અંક ઘટી 17829 પર બંધ રહ્યો હતો.

સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા
સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા, ભારતી એરટેલ, ICICI બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 3.27 ટકા ઘટી 788.00 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ 2.79 ટકા ઘટી 1178.35 પર બંધ રહ્યો હતો. જોકે લાર્સન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટ્સ, SBI, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. લાર્સન 3.99 ટકા વધી 1888.65 પર બંધ રહ્યો હતો. અલ્ટ્રાટેક સિમેન્ટ 2.22 ટકા વધી 7880.95 પર બંધ રહ્યો હતો.

મંગળવારે ઘટાડા સાથે બંધ થયા હતા બજાર
આ પહેલા મંગળવારે બજાર તેજી સાથે ખુલ્યા હતા. જોકે સાંજે બંધ થતા સમયે સેન્સેક્સ અને નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ થયા હતા. સેન્સેક્સ મંગળવારે 109 અંકના ઘટાડા સાથે 60029 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 40 અંકના ઘટાડા સાથે 17888 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...