તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 32 અંક વધ્યો, નિફ્ટી 14894 પર બંધ; બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્કના શેર વધ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • બજાજ ઓટો, HDFC, HCL ટેક, લાર્સન, SBIના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો ગુરુવારે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 32 અંક વધીને 49765 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 30 અંક વધી 14894 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર બજાજ ફિનસર્વ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, રિલાયન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 6.60 ટકા વધીને 11184.60 પર બંધ રહ્યો હતો. એક્સિસ બેન્ક 1.65 ટકા વધીને 719.55 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ઓટો, HDFC, HCL ટેક, લાર્સન, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ઓટો 1.44 ટકા ઘટીને 3834.25 પર બંધ રહ્યો હતો. HDFC 1.76 ટકા ઘટીને 2531.10 પર બંધ રહ્યો હતો.

ચીનને છોડીને તમામ એશિયાઈ બજારોમાં વધારો

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 232 અંક વધી 29303 પર બંધ થયો હતો.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પણ 18 અંક વધી 3475 પર રહ્યો હતો.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 7 અંકના ઘટાડા સાથે 3174 પર બંધ થયો હતો.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 26 અંકના વધારા સાથે 7346 પર છે.
  • જાપાનનું બજાર બંધ છે. નિક્કેઈ બુધવારે 62 અંક વધી 29054 પર બંધ થયો હતો.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા
બુધવારે અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.48 ટકાના ઘટાડા સાથે 164.55 અંક નીચે 33820.40 પર બંધ રહ્યો. નેસ્ડેક 0.28 ટકાના ઘટાડા સાથે 39.19 અંક નીચે 14051.00 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ પણ 3.43 પોઈન્ટ નીચે 4183.29 પર બંધ રહ્યો હતો. ફ્રાન્સ અને જર્મનીના બજાર પણ વધારા સાથે બંધ થયા હતા.

બ્રિટન અને ફ્રાન્સમાં મજબૂતી, જર્મનીમાં નબળાઈ
યુરોપિયન શેરબજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. બ્રિટન અને ફ્રાન્સનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ મજબૂત થયો છે. જર્મનીના બેન્ચમાર્ક ઈન્ડેક્સમાં નબળો રુઝાન છે.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 28 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુધ્ધરૂપથી 766 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 436 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો