તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 189 અંક ઘટ્યો, નિફ્ટી 15814 પર બંધ; ટાઈટન કંપની, TCSના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડો.રેડ્ડી લેબ્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, HULના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 189 અંક ઘટીને 52735 પર બંધ રહ્યો હતો. જ્યારે 46 અંક ઘટીને 15814 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 1.75 ટકા વધીને 5404.10 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 1.64 ટકા વધીને 184.05 પર બંધ રહ્યો હતો. જોકે ટાઈટન કંપની, TCS, HCL ટેક, રિલાયન્સ, બજાજ ફિનસર્વ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 1.56 ટકા ઘટીને 1728.00 પર બંધ રહ્યો હતો. TCS 1.33 ટકા ઘટીને 3335.60 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપસ્થિત પ્રોવિઝનલ ડેટા મુજબ, શુક્રવારે 25 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારોએ શુદ્ધરૂપથી 678 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે જેટલા રૂપિયાના શેર ખરીદ્યા હતા, તેનાથી વધુના શેર વેચ્યાં હતા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 1832 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

એશિયાઈ બજારોમાં નબળાઈ
એશિયાના મહત્ત્વના શેરબજાર નબળાઈની સાથે બંધ થયા હતા. જાપાનના નિક્કેઈ ઈન્ડેક્સમાં 0.09 ટકાનો ઘટાડો આવ્યો. હોંગકોંગનો હેંગસેંગ 0.04 ટકા ઘટીને બંધ થયો. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 0.03 ટકા નીચે બંધ થયો. કોરિયાના કોસ્પીમાં પણ 0.03 ટકાની મામુલી નબળાઈ રહી. આસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરી લગભગ 0.08 ટકા ઘટીને બંધ થયો.

અમેરિકાના બજારોમાં વધારો
શુક્રવારે અમેરિકાના બજારોમાં જોરદાર તેજી રહી હતી. ડાઉ જોન્સ 0.65 ટકાના ઉછાળા સાથે બંધ થયો હતો. જોકે નેસ્ડેકમાં 0.06 ટકાની સામાન્ય નબળાઈ રહી હતી. જોકે S&P 500માં 0.33 ટકાની મજબૂતાઈ રહી. યુરોપીય બજારોમાં મિશ્ર વલણ રહ્યું હતું. બ્રિટનનો FTSE(0.37%) અને જર્મનીનો DAX(0.12%) મજબૂતાઈની સાથે બંધ થયો હતો. CACમાં 13%ની નબળાઈ રહી હતી.