તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Down 468 Points, Below Nifty 14500; IndusInd Bank, Kotak Mahindra Shares Fell

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 740 અંક ઘટ્યો, નિફ્ટી 14324 પર બંધ; મારૂતિ સુઝુકી, HULના શેર ઘટ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • ડો.રેડ્ડી લેબ્સ, ICICI બેન્ક, HDFC, લાર્સનના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 740 અંક ઘટીને 48440 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 224 અંક ઘટીને 14324 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર મારૂતિ સુઝુકી, HUL, ભારતી એરટેલ, બજાજ ઓટો, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 3.98 ટક ઘટીને 6786.15 પર બંધ રહ્યો હતો. HUL 3.47 ટકા ઘટીને 2237.70 પર બંધ રહ્યો હતો. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ICICI બેન્ક, HDFC, લાર્સન સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 0.74 ટકા વધીને 4383.30 પર બંધ રહ્યો હતો. ICICI બેન્ક 0.70 ટકા વધીને 571.40 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં સપાટ કારોબાર

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 52 અંક ઘટી 27866 પર આવી ગયો.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ સપાટ 3366 પર કારોબાર કરી રહ્યો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 210 અંક વધી 28616 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડનરીઝમાં પણ સામાન્ય વધારો છે.

અમેરિકાના બજારોમાં વેચવાલી
US શેરબજારોમાં રોકાણકારોએ વેચવાલી છે. નેસ્ડેક ઈન્ડેક્સ 265 અંક એટલે કે 2 ટકા ઘટી 12961 અંકો પર બંધ થયો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 3 અંક મામૂલી ઘટાડા સાથે 32420 પર બંધ થયો હતો. આ રીતે S&P 500 ઈન્ડેક્સ પણ 21 અંક ઘટી 3889 અંકો પર આવી ગયો છે. આ પહેલા યુરોપિયન માર્કેટમાં સપાટ કારોબાર જોવા મળ્યો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.

ગઈકાલે શેરબજારમાં ભારે ઘટાડો રહ્યો
શેરબજાર 24 માર્ચે સમગ્ર દિવસના ઉતાર-ચઢાવ પછી ઘટાડા સાથે બંધ થયુ હતું. સેન્સેક્સ 871 અંક ઘટીને 49180.31 પર અને NSE નિફ્ટી પણ 265 અંકના ઘટાડા સાથે 14549.40 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 1951.90 કરોડ રૂપિયાના શેરની વેચવાલી કરી, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 612.80 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો