તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર: સેન્સેક્સ 1862 અંક વધી બંધ, નિફ્ટીએ 8300ની સપાટી વટાવી; રિલાયન્સ, HDFC બેન્કના શેર વધ્યા

મુંંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સેન્સેક્સ 6.98 ટકાના વધારા સાથે 28535 પર બંધ
  • નિફ્ટી 6.37 ટકાના વધારા સાથે 8297 પર બંધ

મુંબઈઃ બુધવારે ભારતીય શેરબજારો વધીને બંધ થયા હતા. આજે બજાર વધારા સાથે ખુલ્યા હતા. શરૂઆતના અડધા કલાક બાદ બજારમાં વધારો-ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1861.75 અંક વધીને 28535.78 પર અને નિફ્ટી 516.8 અંક વધીને 8317.85 પર બંધ થયો હતો. આ પહેલા થોડા સમય માટે બજારમાં વધારો-ઘટાડો જોવા મળ્યો હતો.
શેરબજાર મંગળવારે 1414 અંકના વધારા સાથે ખુલ્યું હતું. સેન્સેક્સ 5.58 ટકા કે 1450.71 અંક અને નિફ્ટી 4.91 ટકા કે 373.35 અંક વધી ખુલ્યો હતો. શરૂઆતની 45 મિનિટ બાદ બજારમાં થોડો વધારો-ઘટાડો શરૂ થઈ ગયો હતો. 35 મિનિટ બાદ બજાર ફરીથી ઉપર વધવા લાગ્યું હતું, જે બજાર બંધ થવા સુધી ચાલ્યું. સેન્સેક્સે 692.79 અંક કે 2.67 ટકાના વધારાની સાથે 26674.03 પર અને નિફ્ટીએ 190.80 અંક કે 2.51 ટકાના વધારાની સાથે 7801.05 પર કારોબાર ખત્મ કર્યો હતો. આ પહેલા સોમવારે કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1135.20 અંક ઘટીને 7,610.25 પર બંધ થયા હતા. આ સેન્સેક્સના ઈતિહાસનો સૌથી મોટો ઘટાડો છે.

મંગળવારે ડાઉ જોન્સ 11.37% અને એસએન્ડપી 9.38% વધ્યા
મંગળવારે અમેરિકાના બજારની સાથે વિશ્વભરના બજારોમાં તેજી જોવા મળી હતી. ડાઉ જોન્સ 11.37 ટકા વધારાની સાથે 2112.98 અંક વધીને બંધ થયો હતો. આ જ રીતે અમેરિકાનું બીજુ બજાર નેસ્ડેક 8.12 ટકા વધારાની સાથે 557.18 અંક અને એસએન્ડપી 9.38 ટકા વધારાની સાથે 209.93 અંક વધીને બંધ થયું હતું. ચીનના બજાર શંઘાઈ કમ્પોસિટમાં પણ 1.70 ટકાનો વધારો જોવા મળ્યો. તે 46.35 અંક વધારાની સાથે બંધ થયો હતો. આ પહેલા સોમવારે આ બજારોમાં પણ ઘટાડો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...