કામકાજ માટે સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં ચોતરફ તમામ સેક્ટરના શેરોમાં નિકળેલી જંગી વેચવાલીના દબાણને પગલે 1545 પોઇન્ટનો તોતિંગ કડાકો બોલાઈ ગયો હતો. જેને પગલે રોકાણકારોના રૂપિયા 9.56 લાખ કરોડનું જંગી ધોવાણ થયું છે. સેન્સેક્સ પેકની તમામ 30 કંપનીના શેરોમાં મંદી જોવા મળી હતી.
અમેરિકાની મધ્યસ્થ બેન્કે વ્યાજ દરોમાં વધારો કરવાના સંકેત આપતા, યુક્રેન અને રશિયા વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોને મોટાપાયે વેચવાલી હાથ ધરી હતી. યુએસ ફેડ આ સપ્તાહે વ્યાજદરોમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લે તેવી પ્રબળ શક્યતા છે.
બીએસઈ સેન્સેક્સ 1545.67 પોઇન્ટ એટલે કે 2.62 ટકા ઘટી 1,545.67 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 468 પોઇન્ટ ગગડી 17,149 પર બંધ રહી હતી. નિફ્ટીના 50 શેર પૈકી 48 કંપનીના શેરોમાં જંગી ઘટાડો થયો હતો. જ્યારે ONGC અને સિપ્લાના શેરમાં સુધારો રહ્યો હતો.
માર્કેટ કેપ રૂપિયા 260.44 કરોડનું ધોવાણ
શુક્રવારે રૂપિયા 260 લાખ કરોડના બજાર મૂડીકરણનું ધોવાણ થયું હતું. સેન્સેક્સમાં સૌથી વધારે ઘટાડો નોંધાવનાર શેરોમાં ટાટા સ્ટીલ અને બજાજ ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ઈન્ડસઈન્ડ બેન્ક, પાવરગ્રિડ, ભારતી એરટેલ, ICICI બેન્ક, સનફાર્મા, NTPC અને એક્સિસ બેન્કનો સમાવેશ થતો હતો.
બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, વિપ્રોના શેર ઘટ્યા
સેન્સેક્સ પર બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, વિપ્રો, ટેક મહિન્દ્રા, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. બજાજ ફાઈનાન્સ 5.97 ટકા ઘટી 6932.75 પર બંધ રહ્યો હતો. ટાટા સ્ટીલ 5.98 ટકા ઘટી 1099.15 પર બંધ રહ્યો હતો. જોકે સિપ્લા, ઓએનજીસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. સિપ્લા 2.84 ટકા વધી 892.10 પર બંધ રહ્યો હતો. ઓએનજીસી 1.25 ટકા વધી 165.70 પર બંધ રહ્યો હતો.
ઘટાડાના ત્રણ મુખ્ય કારણ
અમેરિકામાં વ્યાજ દરો વધવાના સંકેત, યુક્રેન અને રશિયાની વચ્ચેનો તણાવ અને વિદેશી રોકાણકારો દ્વારા સતત ભારતીય બજારમાં વેચવાલી. બજારમાં ઘટાડાનું મુખ્ય કારણ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ બેન્કની કાલથી શરૂ થઈ રહેલી બેઠક છે. તેમાં વ્યાજ દર વધારવાનો નિર્ણય લેવાય તેવી શકયતા છે. આ અંગેની નિર્ણય 26 જાન્યુઆરીએ લેવાશે. જોકે તે દિવસે ભારતીય શેરબજાર ગણતંત્ર દિવસના કારણે બંધ રહેશે. તેની અસર 27 જાન્યુઆરીએ જોવા મળી શકે છે.
એક વર્ષના નીચલા સ્તરે આ શેર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.