શેરબજાર:સેન્સેક્સ 198 અંક વધ્યો, નિફ્ટી 17503 પર બંધ; લેટેન્ટ વ્યુ 169 ટકાના પ્રીમયમની સાથે 530 રૂપિયા પર લિસ્ટ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 198 અંક વધી 58664 પર બંધ રહ્યો હતો. જ્યારે 87 અંક વધી 17503 પર બંધ રહ્યો હતો. ભારતીય બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ સબસ્ક્રાઈબ થનારા લેટેન્ટ વ્યુના શેર્સનું આજે લિસ્ટિંગ થયું. તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 169 ટકાના પ્રીમયમની સાથે 530 રૂપિયા પર લિસ્ટ થયો.

ઈન્ડસઈન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસ, બજાજ ઓટો, મારૂતિ સુઝુકી સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 2.59 ટકા ઘટીને 980.60 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 2.35 ટકા ઘટી 3186.90 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, NTPC, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, સન ફાર્મા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.91 ટકા વધી 201.85 પર બંધ રહ્યો હતો. NTPC 2.53 ટકા વધી 133.50 પર બંધ રહ્યો હતો.

લેટેન્ટ વ્યુ 169 ટકાના પ્રીમયમની સાથે 530 રૂપિયા પર લિસ્ટ
ભારતીય બજારના ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ સબસ્ક્રાઈબ થનારા લેટેન્ટ વ્યુના શેર્સનું આજે લિસ્ટિંગ થયું. તે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર 169 ટકાના પ્રીમયમની સાથે 530 રૂપિયા પર લિસ્ટ થયો. એટલે કે રોકાણકારોને ઈશ્યૂ પ્રાઈસની સરખામણીમાં ઘણો ફાયદો થયો છે. જોેેકે બજારના ઘટાડાની અસર શેર પર જોવા મળી હતી. તે પ્રથમ મિનિટમાં 7.27 ટકા ઘટાડા સાથે 491 પર પહોંચી ગયો. જોકે તે એક વખત 462 રૂપિયા સુધી પહોંચી ગયો હતો.

આ ત્રણ કારણોસર શેરબજારમાં કડાકો
પેટીએમનું નબળું લિસ્ટિંગઃ
મહામારી બાદ ઘણા નાના રોકાણકારો બજારમાં આવ્યા હતા. પણ પેટીએમના નબળા લિસ્ટિંગના કારણે રિટેલ ઇનફ્લો ઘટવાની આશંકા વધી.
FIIની વેચવાલીઃ મોટા વિદેશી બ્રોકરેજે ભારતનું આઉટલુક ડાઉનગ્રેડ કરીને ન્યૂટ્રલ અથવા અન્ડરપર્ફોમ રાખ્યું છે. તેથી FIIની વેચવાલી વધી.
કૃષિકાયદાની વાપસીઃ સુધારાથી દેશમાં વિદેશી રોકાણ આવતું હતું. કૃષિકાયદા પાછા ખેંચાતા ચૂંટણી સુધી કેન્દ્ર સુધારા નહીં કરે એવી આશંકા સર્જાઈ.

અન્ય સમાચારો પણ છે...