• Home
  • Business
  • Sensex 2131 down, down Nifty 8200; Bajaj Auto, Axis Bank shares plunged

સેન્સેક્સમાં ઈતિહાસનો સૌથી મોટો 3934 અંકનો ઘટાડો, આ વર્ષે 15325 અંક ઘટ્યો; માર્ચમાં 12316 અંક ઘટ્યો

Sensex 2131 down, down Nifty 8200; Bajaj Auto, Axis Bank shares plunged
Sensex 2131 down, down Nifty 8200; Bajaj Auto, Axis Bank shares plunged
X
Sensex 2131 down, down Nifty 8200; Bajaj Auto, Axis Bank shares plunged
Sensex 2131 down, down Nifty 8200; Bajaj Auto, Axis Bank shares plunged

  • સેન્સેક્સ 27765 અને નિફ્ટી 8130 પર પહોંચ્યા
  • દેશમાં ઘણા હિસ્સામાં 31 માર્ચ સુધી લોકડાઉન

દિવ્ય ભાસ્કર

Mar 23, 2020, 04:58 PM IST

મુંબઈઃ કોરોનાવાઈરસ ફેલાવવાની અસર આજે શેરબજાર પર સ્પષ્ટ જોવા મળી છે. ઝડપી ઘટાડાની સાથે ખુલેલા બજારમાં શરૂઆતના અડધો કલાકની અંદર જ લોઅર સર્કિટ લગાવવી પડી હતી. જોકે  45 મિનિટ બાદ બજારમાં ટ્રેડિંગ ફરીથી શરૂ થયું તો ઘટાડો વધુ વધ્યો. કારોબારના અંતમાં સેન્સેક્સ 3934.72 અંક ઘટીને 25981.24 પર અને નિફ્ટી 1110.85 અંક ઘટીને 7634.60 પર બંધ થયો હતો. આ સેન્સેક્સના ઇતિહાસનો સૌથી મોટો ઘટાડો છે. આ પહેલા 13 માર્ચે બજારમાં 3389 અંકનો ઘટાડો આવ્યો હતો. 12 માર્ચે બજાર 3204 અંક ઘટ્યું હતું. માર્ચ મહીનામાં સેન્સેક્સ અત્યાર સુધીમાં 12316 અંક ઘટ્યો છે. મહીના દરમિયાન બજાર અત્યાર સુધીમાં લગભગ 31 ટકા ઘટ્યું છે. 

શુક્રવારે બજારમાં તેજી હતી

સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાને કારણે શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ 1627.73 અંક વધીને 29915 અને નિફ્ટી 482 અંક વધીને 8749 પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ 913 અંકના ઘટાડા સાથે 19174 પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ 271 અંક ઘટીને 6879 પર બંધ થયો હતો. એસએન્ડપી 104 અંક ઘટીને 2304 પર બંધ થયો હતો.

બજારમાં ઘટાડાના 3 કારણો

1.કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાના કારણે દેશમાં ઘણા રાજ્યોમાં 31 માર્ચ સુધી લોકડાઉન કરવામાં આવ્યું છે. 
2. વિદેશી રોકાણકારોએ ભારતીય બજારોમાંથી સતત પૈસા નીકાળી રહ્યા છે. લગભગ બે સપ્તાહમાં તેઓ 50000 કરોડ રૂપિયાન શેર વેચી ચુક્યા છે.
3.કોરોનાવાઈરસનું સંક્રમણ ફેલાવવાના ડરથી વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હોન્ગકોન્ગના બજારમાં 5 ટકા ઘટાડો જોવા મળી રહ્યો છે.

ક્યારે લાગે છે લોઅર સર્કિટ, કેટલો સમય રોકાય છે કારોબાર

શેરબજારમાં લાગતી સર્કિટના ફિલ્ટર ત્રણ પ્રકારના છે. પ્રથમ 10 ટકા, બીજો 15 અને ત્રીજો 20 ટકાનો હોય છે. જો 10 ટકાનો ઘટાડો 1 વાગ્યા પહેલા આવે છે તો બજાર એક કલાક માટે બંધ કરવામાં આવે છે. તેમાં શરૂઆતની 45 મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને 15 મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ 1 વાગ્યા બાદ લાગે છે તો કારોબાર 30 મિનિટ માટે રોકાય છે. શરૂઆતની 15 મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને 15 મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ 2 વાગ્યા પછી લાગે છે તો દિવસના બાકી બચેલા સમય સુધી કારોબારને રોકવામાં આવે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી