• Gujarati News
  • Business
  • Sensex Down 1017 Points, Nifty Closes At 16201; Shares Of Kotak Mahindra, Bajaj Finance Fell

શેરબજાર:સેન્સેક્સ 1017 અંક ઘટ્યો, નિફ્ટી 16201 પર બંધ; કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સના શેર ઘટ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની

ભારતીય શેરબજારો આજે સપ્તાહના છેલ્લા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 1017 અંક ઘટી 54303 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 276 અંક ઘટી 16201 પર બંધ રહ્યો હતો.

કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસીના શેર ઘટ્યા
સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી, રિલાયન્સ, વિપ્રો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 3.96 ટકા ઘટી 1792.10 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.90 ટકા ઘટી 5667.85 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, ડો.રેડ્ડી લેબ્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચયુએલ, ટાઈટન કંપની સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 0.78 ટકા વધી 2708.75 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 0.62 ટકા વધી 4353.00 પર બંધ રહ્યો હતો.

ગુરુવારે સેન્સેક્સ 428 અને નિફ્ટી 122 અંક વધ્યો હતો
ભારતીય શેરબજારો ગુરુવારે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 428 અંક વધી 55320 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 122 અંક વધી 16478 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ડો.રેડ્ડી લેબ્સ, રિલાયન્સ, ભારતી એરટેલ, સન ફાર્મા, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ડો.રેડ્ડી લેબ્સ 3.00 ટકા વધી 4326.10 પર બંધ રહ્યો હતો. રિલાયન્સ 2.73 ટકા વધી 2798.60 પર બંધ રહ્યો હતો. જોકે ટાટા સ્ટીલ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઈનાન્સ, એસબીઆઈ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.81 ટકા ઘટી 1045.35 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 1.18 ટકા ઘટી 155.20 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...