તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 435 અંક ઘટ્યો, નિફ્ટી 14981 પર બંધ; ONGC, SBIના શેર ઘટ્યા

મુંબઈ10 દિવસ પહેલા
  • ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, ડો.રેડ્ડી લેબ્સ, NTPC, રિલાયન્સના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 435 અંક ઘટીને 50889 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 137 અંક ઘટીને 14981 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર ONGC, SBI, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, બજાજ ઓટો સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ONGC 5.06 ટકા ઘટીને 105.10 પર બંધ રહ્યો હતો. SBI 3.77 ટકા ઘટીને 399.35 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, HUL, ડો.રેડ્ડી લેબ્સ, NTPC, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડ્સઈન્ડ બેન્ક 1.97 ટકા વધીને 1067.10 પર બંધ રહ્યો હતો. HUL 1.56 ટકા વધીને 2181.15 પર બંધ રહ્યો હતો.

લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને 205.57 લાખ કરોડ રૂપિયા થઈ
એક્સચેન્જ પર 3002 શેરમાં કારોબાર થઈ રહ્યો છે. તેમાં 1413 ઘટાડા સાથે કારોબાર કરી રહ્યાં છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ ઘટીને 205.57 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તે 18 ફેબ્રુઆરીએ 205.93 લાખ કરોડ રૂપિયા હતી.

જાન્યુઆરીમાં 1.2 કરોડ લોકોને મળી નોકરી
ભારતમાં બેરોજગારી દર માપનારી પ્રાઈવેટ થિન્ક ટેન્ક CMIEએ જાન્યુઆરીમાં ડેટા જાહેર કર્યો છે. આ ડેટા મુજબ જાન્યુઆરીમાં તે 6.5 ટકા રહી, જ્યારે ડિસેમ્બરમાં 9.1 ટકા રહી હતી. આ દરમિયાન રોજગારી દર વધીને 37.9 ટકા થઈ ગયો છે. જ્યારે ડિસેમ્બરમાં 36.9 ટકા રહ્યો હતો. ડેટા મુજબ જાન્યુઆરીમાં 1.2 કરોડ લોકોને નોકરી મળી છે. દેશમાં રોજગાર લોકોની સંખ્યા વધીને 40 કરોડ થઈ ગઈ છે. ડિસેમ્બરમાં તે 38.88 કરોડ હતો. રોજગાર મળવાનો આ આંકડો લોકડાઉન પછી અત્યાર સુધીનો સૌથી વધુ છે.

ઘરેલુ હવાઈ યાત્રીઓની સંખ્યા જાન્યુઆરીમાં 77 લાખને પાર
DGCAના જણાવ્યા મુજબ જાન્યુઆરીમાં હવાઈ યાત્રીઓની કુલ સંખ્યા લગભગ 77.34 લાખ રહી, જ્યારે ગત વર્ષે આ સમયમાં 127.83 લાખ રહી હતી. એટલે કે યાત્રીઓની સંખ્યા 39.50 ટકા ઓછી રહી. જોકે યાત્રીઓની સંખ્યા માસિક આધારે રિકવર થઈ રહી છે. ડિસેમ્બરની સરખામણીમાં તે 5.5 ટકા વધુ છે.

ગ્લોબલ માર્કેટમાં વેચવાલી
વિશ્વભરના શેરબજારોમાં શુક્રવારે ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 347 અંકના ઘટાડા સાથે 29888 પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે હોન્ગકોન્ગનો હેંગસેંગ, ઓસ્ટ્રેલિયનો ઓલ ઓર્ડિનરીઝ, કોરિયાનો કોસ્પી અને ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સમાં પણ 1-1 ટકા ઘટાડો છે. આ પહેલા ગુરુવારે અમેરિકાનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ 119 અંક, નેસ્ડેક ઈન્ડેક્સ 100 અંક અને S&P 500 ઈન્ડેક્સ 17 અંક ઘટી બંધ થયા હતા. યુરોપમાં બ્રિટનનો FTSE ઈન્ડેક્સ 1.40 ટકા ઘટીને બંધ થયો હતો.

બજારમાં ગુરુવારે પણ પ્રોફિટ બુકિંગ
શેરબજારમાં ગુરુવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 379.14 અંકના ઘટાડા સાથે 51324.69 પર અને નિફ્ટી 89.95 અંક ઘટી 15118.95 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝન ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 903.07 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1217.34 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો