તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Sensex Down 271 Points, Nifty Closes At 15767; Shares Of Power Grid Corp, IndusInd Bank Fell

શેરબજાર:સેન્સેક્સ 271 અંક ઘટ્યો, નિફ્ટી 15767 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • નેસ્લે, NTPC, ONGC, બજાજ ફિનસર્વ, HUL સહિતના શેર વધ્યા

ભારતીય શેરબજારો બુધવારે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 271 અંક ઘટી 52501 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 102 અંક ઘટી 15767 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર પાવર ગ્રીડ કોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, લાર્સન, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 2.18 ટકા ઘટીને 242.10 પર બંધ રહ્યો હતો. ઈન્ડસઈન્ડ બેન્ક 1.92 ટકા ઘટીને 1013.70 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, NTPC, ONGC, બજાજ ફિનસર્વ, HUL સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. નેસ્લે 1.66 ટકા વધીને 17972.45 પર બંધ રહ્યો હતો. NTPC 1.61 ટકા વધીને 119.80 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં નબળાઈ
જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 146 પોઈન્ટ ઘટીને 29295 પર બંધ થયો છે. ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 38 પોઈન્ટ ઘટીને 3518 પર બંધ થયો છે. હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ પણ 186 અંક ઘટીને 28451 પર બંધ થયો છે. જોકે કોરિયાના કોસ્પી ઈન્ડેક્સમાં 20 અંકનો વધારો રહ્યો. આ રીતે ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ પણ સપાટ 76333 પર બંધ થયો છે.

અમેરિકાના બજારમાં રહ્યો ઘટાડો
મંગળવારે અમેરિકાના બજારમાં ઘટાડો રહ્યો. ડાઉ જોન્સ 0.27 ટકા નબળાઈની સાથે 94 અંક નીચે 34420 પર બંધ થયો. નેસ્ડેક 0.71 ટકાના ઘટાડા સાથે 101 અંક નીચે 14171 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 9 પોઈન્ટ નીચે 4246 પર બંધ થયો હતો. બીજી તરફ ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના બજાર મજબૂતાઈની સાથે બંધ થયા.

FII અને DII ડેટા
NSE પર પ્રોવિઝનલ ડેટા મુજબ, 15 જૂને વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 633 કરોડ રૂપિયાના શેર ખરીદયા. એટલે કે જેણે જેટલા રૂપિયાના શેર વેચ્યા, તેણે તેના કરતા વધુના શેર ખરીદયા. ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ શુદ્ધરૂપથી 649 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.