• Gujarati News
  • Business
  • Sensex Up 145 Points, Nifty Closes At 16563; Shares Of Tata Steel, Bajaj Finance Rose

શેરબજાર:સેન્સેક્સ 145 અંક વધ્યો, નિફ્ટી 16563 પર બંધ; ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સના શેર વધ્યા

મુંબઈ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 55680.75 અને નિફ્ટી 16585.45ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો
  • મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBIના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 145 અંક વધીને 55582 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 34 અંક વધીને 16563 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 55680.75 અને નિફ્ટી 16585.45ના રેકોર્ડ સ્તરે પહોંચ્યો હતો.

ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, M&Mના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, M&M, બજાજ ફિનસર્વ, રિલાયન્સ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.96 ટકા વધી 1519.15 પર બંધ રહ્યો હતા. બજાજ ફાઈનાન્સ 3.64 ટકા વધી 6376.35 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, બજાજ ઓટો, પાવર ગ્રીડ કોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 2.43 ટકા ઘટી 6828.50 પર બંધ રહ્યો હતો. બજાજ ઓટો 2.05 ટકા ઘટી 3748.35 પર બંધ રહ્યો હતો.

જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 11.16 ટકા રહ્યો
કેન્દ્ર સરકારે જુલાઈના હોલસેલ પ્રાઈસ ઈન્ડેક્સ(WPI) બેઝ્ડ મોંઘવારીના આંકડા બહાર પાડ્યા છે. જુલાઈમાં મોંઘવારી દર ઘટીને 11.16 ટકા રહ્યો, જે જૂનમાં 12.07 ટકા હતો. ખાદ્ય WPI 6.7 ટકાથી ઘટીને 4.5 ટકા પર આવી ગયો છે. દર મહિનાના આધાર પર ફ્યુલ એન્ડ પાવર WPI 32.38 ટકાથી ઘટીને 26 ટકા પર રહ્યો છે. મેન્યુફેક્ચર્ડ WPI 10.9 ટકાથી ઘટીને 11.2 ટકા પર રહ્યો છે. ઈંડા, માસની WPI 8.6 ટકાથી ઘટી 8 ટકા પર આવી ગયો છે. દાળોનો જથ્થબંધ મોંઘવારી દર 11.5 ટકાથી ઘટીને 8.3 ટકા, દૂધની હોલસેલ મોંઘવારી 1.7%થી વધીને 1.8 ટકા પર, ડુંગળીની હોલસેલ મોંઘવારી 64.3 ટકાથી વધી 72 ટકા પર આવી ગયો છે.

આ કંપનીઓનું બજારમાં લિસ્ટિંગ થયું
કૃષ્ણા ડાયગ્નોસ્ટિકના શેર એક્સચેન્જ પર લિસ્ટ થયા છે. 954 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ કંપનીન શેર 1025 રૂપિયા પર લિસ્ટ થયા. વિંડલાસના શેરે પણ બજારમાં એન્ટ્રી કરી લીધી છે. વિંડલાસના શેર 460 રૂપિયાના ઈશ્યુ પ્રાઈસની સરખામણીએ 439 રૂપિયા પર લિસ્ટ થયા છે. એક્સારોના શેરનું પણ એક્સચેન્જ પર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર 120 રૂપિયાના પ્રાઈસની સરખામણીએ 126 રૂપિયા પર લિસ્ટ થયા છે.

અન્ય સમાચારો પણ છે...