• Gujarati News
  • Business
  • Sensex Rises 32 Points To Close At 60718, Nifty Closes At 18109; Shares Of Power Grid Corp, ITC Rose

શેરબજાર:સેન્સેક્સ 32 અંક વધ્યો, નિફ્ટી 18109 પર બંધ; પાવર ગ્રીડ કોર્પ, ITCના શેર વધ્યા

મુંબઈ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટાટા સ્ટીલ, એમએન્ડએમ, SBI, બજાજ ઓટો, ભારતી એરટેલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 32 અંક વધી 60718 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 7 અંક વધી 18109 પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, એમએન્ડએમ, SBIના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, એમએન્ડએમ, SBI, બજાજ ઓટો, ભારતી એરટેલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 3.24 ટકા ઘટી 1245.20 પર બંધ રહ્યો હતો. એમએન્ડએમ 1.19 ટકા ઘટી 926.10 પર બંધ રહ્યો હતો. જોકે પાવર ગ્રીડ કોર્પ, ITC, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 3.46 ટકા વધી 188.30 પર બંધ રહ્યો હતો. ITC 2.12 ટકા વધી 238.05 પર બંધ રહ્યો હતો.

શુક્રવારે વધારા સાથે બંધ થયા હતા બજાર
આ પહેલા શુક્રવારે ત્રણ દિવસ સુધી સતત ઘટાડા પછી સેન્સેક્સ 767 અંક વધી 60686ના લેવલ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 229 અંક વધી 18102 પર બંધ થયો હતો. બજારમાં સૌથી વધુ ખરીદી આઈટી સ્ટોક્સમાં જોવા મળી હતી. સપ્તાહના અંતિમ કારોબારી દિવસે પોઝિટિવ ગ્લોબલ સંકેતોની વચ્ચે સેન્સેક્સ 328 અંક વધી 60248 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 104 અંક વધી 17977 પર ખુલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...