શેરબજાર:સેન્સેક્સ 85 અંક વધ્યો, નિફ્ટી 18257 પર બંધ; ટાટા સ્ટીલ, સન ફાર્માના શેર વધ્યા

મુંબઈ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રાના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 85 અંક વધીને 61235 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 45 અંક વધી 18257 પર બંધ રહ્યો હતો.

ટાટા સ્ટીલ, સન ફાર્મા, લાર્સન, એમએન્ડએમના શેર વધ્યા
સેન્સેક્સ પર ટાટા સ્ટીલ, સન ફાર્મા, લાર્સન, એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટાટા સ્ટીલ 6.40 ટકા વધી 1220.60 પર બંધ રહ્યો હતો. સન ફાર્મા 3.53 ટકા વધી 865.75 પર બંધ રહ્યો હતો. જોકે વિપ્રો, એશિયન પેઈન્ટ્સ, એચડીએફસી બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. વિપ્રો 6.00 ટકા ઘટી 649.85 પર બંધ રહ્યો હતો. એશિયન પેઈન્ટ્સ 2.47 ટકા ઘટી 3456.75 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...