તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 341 અંક ઘટ્યો, નિફ્ટી 14850 પર બંધ; કોટક મહિન્દ્રા, HDFCના શેર ઘટ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • NTPC, ONGC, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 341 અંક ઘટીને 49161 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 92 અંક ઘટીને 14850 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, HDFC, ટેક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ટાઈટન કંપની સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 3.00 ટકા ઘટીને 1755.85 પર બંધ રહ્યો હતો. HDFC 2.68 ટકા ઘટીને 2463.05 પર બંધ રહ્યો હતો. જોકે NTPC, ONGC, પાવર ગ્રીડ કોર્પ, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. NTPC 4.60 ટકા વધીને 112.65 પર બંધ રહ્યો હતો. ONGC 3.69 ટકા ઘટીને 118.05 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં ભારે ઘટાડો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 806 અંક ઘટી 28711 પર કારોબાર કરી રહ્યો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝીટ ઈન્ડેક્સ 16 અંકના ઘટાડા સાથે 3411 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 577 અંક નીચે 28017 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 42 અંકના ઘટાડા સાથે 3206 પર આવી ગયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સ 99 પોઈન્ટના ઘટાડા સાથે 7320 પર પહોંચ્યો છે.

અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ
સોમવારે તમામ અમેરિકાના બજાર ઘટાડા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.10 ટકાના ઘટાડા સાથે 34.94 અંક નીચે 34742.80 પર બંધ થયો હતો. નેસ્ડેક 2.55 ટકાના ઘટાડા સાથે 350.38 અંક નીચે 13401.90 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 44.17 અંક ઘટી 4188.43 પર બંધ થયો હતો. જોકે ફ્રાન્સ અને જર્મનીના બજાર વધારા સાથે બંધ થયા હતા.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 10 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 583.69 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારોએ 476.26 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા. સોમવારે સેન્સેક્સ 295 પોઈન્ટ ઉપર 49502 પર બંધ થયો હતો. આ રીતે નિફ્ટી 119 અંક ઉપર 14942 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...