શેરબજાર:સેન્સેક્સ 85 અંક ઘટ્યો, નિફ્ટી 17069 પર બંધ; ટાઈટન કંપની, વિપ્રોના શેર ઘટ્યા

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, એચડીએફસીના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 85 અંક ઘટી 56975 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 33 અંક ઘટી 17069 પર બંધ રહ્યો હતો.

ટાઈટન કંપની, વિપ્રો, ટેક મહિન્દ્રાના શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટાઈટન કંપની, વિપ્રો, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ટાઈટન કંપની 2.95 ટકા ઘટી 2386.60 પર બંધ રહ્યો હતો. વિપ્રો 2.74 ટકા ઘટી 495.05 પર બંધ રહ્યો હતો. જોકે ઈન્ડસઈન્ડ બેન્ક, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, ટાટા સ્ટીલ, એચડીએફસી સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ઈન્ડસઈન્ડ બેન્ક 4.17 ટકા વધી 1019.00 પર બંધ રહ્યો હતો. એનટીપીસી 2.54 ટકા વધી 157.50 પર બંધ રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...