તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ અને નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ; નેસ્લે, મારૂતિ સુઝુકીના શેર ઘટ્યા

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, NTPC, સન ફાર્મા, એક્સિસ બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 29 અંક ઘટીને 58250 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 9 અંક ઘટી 17353 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ નીચલા સ્તરથી 325 અંક સુધર્યો, જ્યારે નિફ્ટી 100 પોઈન્ટ સુધર્યો. આ પહેલા સેન્સેક્સ 58350 અને નિફ્ટી 17375 અંક પર ખુલ્યો હતો.

સેન્સેક્સ પર કોટક મહિન્દ્રા, ટાઈટન કંપની, NTPC, સન ફાર્મા, એક્સિસ બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. કોટક મહિન્દ્રા 2.94 ટકા વધી 1817.90 પર બંધ રહ્યો હતો. ટાઈટન કંપની 1.13 ટકા વધી 2056.50 પર બંધ રહ્યો હતો. જોકે નેસ્લે, મારૂતિ સુઝુકી, બજાજ ફિનસર્વ, બજાજ ઓટો, ટીસીએસ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. નેસ્લે 2.44 ટકા ઘટીને 19876.65 પર બંધ રહ્યો હતો. મારૂતિ સુઝુકી 1.33 ટકા ઘટીને 6784.80 પર બંધ રહ્યો હતો.

ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી માટે 10683 કરોડની PLI સ્કીમને મંજૂરી
યુનિયન કેબિનટ બેઠકમાં ટેક્સટાઈલ સેક્ટર માટે પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ(PLI) સ્કીમને પણ મંજૂરી આપવામાં આવી છે. સરકાર ટેક્સટાઈલના પ્રોડક્શનને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં 10683 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. તેમાં ખાસ કરીને મેનમેડ અને ટેક્નિકલ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા પર ફોક્સ કરવામાં આવ્યું છે.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાનું શેરબજાર ડાઉજોન્સ 0.76 ટકા ઘટાડા સાથે 35100 પર બંધ થયું હતું. નેસ્ડેક 0.07 ટકા ઘટી 15374 અને S&P 500 0.34 ટકા ઘટાડા સાથે 4535 પર બંધ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...