શેરબજાર:સેન્સેક્સ 50 અંક ઘટ્યો, નિફ્ટી 18418 પર બંધ; ITC, ટાઈટન કંપનીના શેર ઘટ્યા

મુંબઈ2 મહિનો પહેલા
  • ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, HDFC બેન્કના શેર વધ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે ફલેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 50 અંક ઘટી 61716 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 58 અંક ઘટી 18418 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 62245 અને નિફ્ટી 18604ના સ્તરે પહોંચ્યો હતો. આ પહેલા સેન્સેક્સ 62156 અને નિફ્ટી 18602ના સ્તરે ખુલ્યો હતો.

ITC, HUL, ટાઈટન કંપની સહિતન શેર ઘટ્યા
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, લાર્સન, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. ટેક મહિન્દ્રા 4.12 ટકા વધી 1539.25 પર બંધ રહ્યો હતો. લાર્સન 3.26 ટકા વધી 1846.40 પર બંધ રહ્યો હતો. જોકે ITC, HUL, ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. ITC 6.23 ટકા ઘટી 246.10 પર બંધ રહ્યો હતો. HUL 4.06 ટકા ઘટી 2546.45 પર બંધ રહ્યો હતો.

BSE પર 2382 શેર્સ લાલ નિશાનમાં બંધ
BSE પર 3489 શેર્સમાં કારોબાર થયો. જેમાંથી 979 શેર્સ વધારા સાથે અને 2382 શેર્સ લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યાં હતા. તેની સાથે જ BSE પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ 271 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી ગઈ છે.

FII અને DII ડેટા
14 ઓક્ટોબર એટલે કે ગુરુવારે ફોરેન ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે(FIIs) 512.44 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. બીજી તરફ ડોમેસ્ટિક ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ બજારમાંથી 1703.87 કરોડ રૂપિયા પરત ખેંચ્યા છે.

અમેરિકાના શેરબજારની સ્થિતિ
આ પહેલા અમેરિકાના શેરબજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. ડાઉ જોન્સ 0.10 ટકા ઘટી 35258 પર બંધ થયું. નેસ્ડેક 0.84 ટકા વધારા સાથે 15021 અને S&P 500 0.34 ટકા વધી 4486 પર બંધ થયો.

અન્ય સમાચારો પણ છે...