તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શેરબજાર:સેન્સેક્સ 98 અંક વધ્યો, નિફ્ટી 15337 પર બંધ; SBI, કોટક મહિન્દ્રાના શેર વધ્યો

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ONGC, ભારતી એરટેલ, એચયુએલના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો આજે ફ્લેટ બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 98 અંક વધીને 51115 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 36 અંક વધી 15337 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર એસબીઆઈ, કોટક મહિન્દ્રા, એક્સિસ બેન્ક, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 2.84 ટકા વધી 425.30 પર બંધ રહ્યો હતો. કોટક મહિન્દ્રા 2.16 ટકા વધી 1778.25 પર બંધ રહ્યો હતો. જોકે એચડીએફસી, બજાજ ફાઈનાન્સ, ONGC, ભારતી એરટેલ, એચયુએલ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એચડીએફસી 2.38 ટકા ઘટીને 2507.00 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 1.53 ટકા ઘટીને 5683.30 પર બંધ રહ્યો હતો.

FII અને DII ડેટા
NSE પર ઉપલબ્ધ પ્રોવિઝનલ ડેટા મુજબ, 26 મેના રોજ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધરૂપથી 241.60 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. એટલે કે તેમણે જેટલા શેર વેચ્યા, તેના કરતા વધુ શેર ખરીદ્યા. જોકે ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ કુલ શુદ્ધરૂપથી 438.59 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા. એટલે કે જેટલા શેર ખરીદ્યા, તેના કરતા વધુ શેર વેચ્યા.

જાપાન અને હોંગકોંગમાં ઘટાડો. ચીનમાં વધારો

  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 147 પોઈન્ટના ઘટાડા સાથે 28495 પર બંધ થયો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 22 અંકના વધારા સાથે 3616 પર છે.
  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 15 પોઈન્ટ ઉપર 29171 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 2 અંકના વધારા સાથે 3170 પર બંધ થયો છે.
  • ઓસ્ટ્રેલિયાનો ઓલ ઓર્ડનરીઝ ઈન્ડેક્સ 12 પોઈન્ટ ઉપર 7344 પર બંધ થયો છે.

અમેરિકાના બજાર વધારા સાથે બંધ
બુધવારે અમેરિકાના બજાર વધારા સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.03 ટકાના વધારા સાથે 10.5 અંક ઉપર 34323.10 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.59 ટકાના વધારા સાથે 80.82 અંક ઉપર 13738.00 પર બંધ થયો. S&P 500 ઈન્ડેક્સ 7.86 પોઈન્ટ ઉપર 4195.99 પર બંધ થયો હતો. ફ્રાન્સના બજારમાં પણ વધારો રહ્યો. જોકે જર્મનીનું બજાર ઘટાડા સાથે બંધ થયું.