તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Market On Record High, Sensex Crosses 55000 And Nifty Crosses 16400, Buying In Banking And FMCG Stocks

શેરબજાર:સેન્સેક્સ 593 અંક વધ્યો, નિફ્ટી 16529 પર બંધ; TCS, ભારતી એરટેલના શેર વધ્યા

મુંબઈએક મહિનો પહેલા
  • પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, NTPCના શેર ઘટ્યા
  • કારોબાર દરમિયાન સેન્સેક્સ 55487.79 અને નિફ્ટી 16543.60ની રેકોર્ડ સપાટીએ પહોંચ્યો હતો
  • બીએસઈ માર્કેટકેપ 1.39 લાખ કરોડ વધીને 240.23 લાખ કરોડની સર્વોચ્ચે
  • આ વર્ષે સેન્સેક્સમાં 20% સુધીનો ગ્રોથ, સવા વર્ષમાં રોકાણકારોની મૂડી સવાઈ
  • IT, ટેકનોલોજી અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ પણ ઐતિહાસિટ ટોચે આંબ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના અંતિમ દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 593 અંક વધી 55437 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 165 અંક વધી 16529 પર બંધ રહ્યો હતો. કારોબારી સપ્તાહના અંતિમ દિવસે બજારે નવો રેકોર્ડ બનાવ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સ 55487.79 અને નિફ્ટી 16543.60ની સપાટીએ પહોંચ્યો હતો.

TCS, લાર્સન, ભારતી એરટેલના શેર વધ્યા
સેન્સેક્સ પર TCS, લાર્સન, ભારતી એરટેલ, HCL ટેક, ટાટા સ્ટીલ સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. TCS 3.22 ટકા વધી 3461.90 પર બંધ રહ્યો હતો. લાર્સન 2.78 ટકા વધી 1667.45 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ, ડો.રેડ્ડી લેબ્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, બજાજ ફાઈનાન્સ, NTPC સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. પાવર ગ્રીડ કોર્પ 1.28 ટકા ઘટી 184.65 પર બંધ રહ્યો હતો. ડો.રેડ્ડી લેબ્સ 1.21 ટકા ઘટી 4655.60 પર બંધ રહ્યો હતો.

સવા વર્ષની તેજીમાં સેન્સેક્સમાં સવાઇ વૃદ્ધિ અને રોકાણકારોની મૂડી પણ વધી...
20 જાન્યુઆરી-2020ના રોજ સેન્સેક્સ 42274 પોઇન્ટની ટોચે પહોંચી ગયો હતો. પરંતુ ફેબ્રુઆરી-20થી શરૂ થયેલી કોરોના ક્રાઇસિસની મંદીના ઓથાર નીચે સેન્સેક્સ 16635 પોઇન્ટના કડાકા સાથે 24-3-20ના રોજ 25639 પોઇન્ટની બોટમે સ્પર્શી ગયો હતો. પરંતુ ધીરે ધીરે રિકવરી અને ઓક્ટોબર-20થી શરૂ થયેલી એકધારી સુધારાની ચાલમાં સેન્સેક્સે અત્યારસુધીમાં (સવા વર્ષના ગાળામાં) 29798 પોઇન્ટ એટલેકે 116 ટકાની વૃદ્ધિ નોંધાવીને 55000 પોઇન્ટની ઐતિહાસિક સપાટી હાંસલ કરી લીધી છે. તા. 20 જાન્યુઆરી-20ના રોજ સેન્સેક્સ 42274 પોઇન્ટની ટોચે હતો ત્યારે બીએસઇ માર્કેટકેપ પણ રૂ. 159.28 લાખ કરોડની ટોચે હતું તે તા. 24 માર્ચ-20 સુધીમાં રૂ. 55.48 લાખ કરોડ ઘટી રૂ. 103.80 લાખ કરોડ થઇ ગયું હતું. પરંતુ સવા વર્ષના ગાળામાં સવાયું એટલે કે 131 ટકા વધી રૂ. 240.23 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયું છે.

  • જુલાઇના રિટેલ ફુગાવો ઘટી 5.59 ટકા થયો
  • ઔદ્યોગિક ઉત્પાદન જૂનમાં 13.6 ટકા વધ્યું
  • Q1માં કોર્પોરેટ ઇન્ડિયાનો પ્રોત્સાહક દેખાવ
  • નિફ્ટી પણ 55000ની સાયકોલોજીકલ ક્રોસ

મેટલ ઇન્ડેક્સમાં સેન્સેક્સથી બમણા કરતાં ઉછાળો
સેન્સેક્સે માર્ચ-20ની બોટમથી અત્યારસુધીમાં 116%નો સુધારો નોંધાવ્યો છે. જોકે, સવા વર્ષની ધૂંઆધાર તેજી દરમિયાન મેટલ ઇન્ડેક્સે સેન્સેક્સ કરતાં બમણાથી વધુ 300% વૃદ્ધિ નોંધાવી છે. સ્મોલકેપ ઇન્ડેક્સે 206% અને આઇટી ઇન્ડેક્સે 202% સુધારા સાથે સેન્સેક્સને પાછળ રાખી દીધો છે. અન્ય ઇન્ડાઇસિસમાં ઓટો, બેન્કેક્સ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી, હેલ્થકેર, આઇટી, રિયાલ્ટી અને ટેકનોલોજી ઇન્ડેક્સનો સમાવેશ થાય છે.

બજાજ ઓટો, TCS, ITC, લાર્સનના શેર વધ્યા
સેન્સેક્સ પર બજાજ ઓટો, TCS, ITC, લાર્સન, HDFC સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. બજાજ ઓટો 1.53 ટકા વધી 3823.90 પર કારોબાર કરી રહ્યો છે. TCS 1.30 ટકા વધી 3397.65 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ડો.રેડ્ડી લેબ્સ, ટેક મહિન્દ્રા, ભારત એરટેલ, બજાજ ફાઈનાન્સ, કોટક મહિન્દ્રા સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ડો.રેડ્ડી લેબ્સ 0.84 ટકા ઘટી 4673.10 પર કારોબાર કરી રહ્યો છે. ટેક મહિન્દ્રા 0.76 ટકા ઘટી 1376.55 પર કારોબાર કરી રહ્યો છે. એની સાથે જ લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પણ 239.51 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી છે.

જુલાઈમાં મજબૂત આર્થિક આંકડાઓથી બજારને સપોર્ટ

  • જુલાઈમાં રિટેલ મોંઘવારી દર 5.59 ટકા રહ્યો
  • RBIએ GDP ગ્રોથ અનુમાન 9.5 ટકા પર યથાવત રાખ્યું
  • જૂન ત્રિમાસિકમાં કંપનીઓના સારા પરિણામ
  • GST કલેક્શન જુલાઈ 2020થી 33.14 ટકા વધુ
  • બજારમાં કેશ ફ્લો વધુ છે
  • ફોરેક્સ રિઝર્વ પ્રથમ વખત 620 અબજ ડોલર પહોંચ્યા
  • વેક્સિનેશન વધવાથી પણ બજાર પર અસર પડી રહી છે
  • અમેરિકાના બજારમાં સતત તેજી, નવો રેકોર્ડ બની રહ્યો છે

સ્ક્રેપ પોલીસી લોન્ચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ ઓટોમોબાઈલ સ્ક્રેપ પોલીસીને લોન્ચ કરી છે. આ દરમિયાન PM મોદીએ કહ્યું કે તેનાથી દેશમાં એક સકારાત્મક પરિવર્તન આવશે. સ્ક્રેપ પોલીસી આવ્યા પછી 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવશે. પીએમ મોદીએ કહ્યું કે નવી સ્ક્રેપ પોલીસી વેસ્ટ ટૂ વેલ્થ મંત્રને આગળ વધારશે. તેમણે કહ્યું કે દેશ માટે આગામી 25 વર્ષ ખૂબ જ અગત્યના છે. જે રીતે ટેક્નોલોજી બદલાઈ રહી છે, તે મુજબ આપણે ફેરફાર કરવાનો છે. આપણે ક્લાઈમેટ ચેન્જના પડકારોનો સામનો પણ કરી રહ્યાં છે, તેના પગલે આપણા હિતમાં મોટા પગલા લેવા જરૂરી છે.

ભારતીય શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી
ભારત શેરબજારોમાં ગુરુવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સ 318 અંક વધી 54,843 પર બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 82 અંક વધી 16364 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન સેન્સેક્સે એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. સેન્સેક્સ 54,874.10 અને નિફ્ટી 16,375.50ના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા.

અમેરિકાનું શેરબજાર
આ પહેલાં અમેરિકાનું શેરબજાર પણ વધારા સાથે બંધ થયું હતું. ડાઉજોન્સ 0.04 ટકા વધી 35,490.99 પર બંધ થયું હતું. નેસ્ડેક 0.35 ટકાની નબળાઈ સાથે 14816 અને S&P 500 0.30 ટકાના વધારા સાથે 4660 પર બંધ થયું હતું.