તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 50 હજારની નજીક પહોંચ્યો, નિફ્ટીએ પ્રથમ વખત 14500ની સપાટી વટાવી બંધ; SBI, ભારતી એરટેલના શેર વધ્યા

મુંબઈ14 દિવસ પહેલા
  • એશિયન પેઈન્ટ્સ, HUL, નેસ્લે, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રાના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 248 અંક વધીને 49517 પર બંધ રહ્યો હતા. જ્યારે નિફ્ટી 79 અંક વધીને 14563 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર SBI, ભારતી એરટેલ, રિલાયન્સ, HDFC બેન્ક અને ITC સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. SBI 3.65 ટકા વધી 292.65 પર બંધ રહ્યો હતો. ભારતી એરટેલ 3.41 ટકા વધી 565.75 પર બંધ રહ્યો હતો. જોકે એશિયન પેઈન્ટ્સ, HUL, નેસ્લે, ટાઈટન કંપની અને કોટક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. એશિયન પેઈન્ટ્સ 3.93 ટકા ઘટીને 2737.30 પર બંધ રહ્યો હતો. HUL 2.16 ટકા ઘટીને 2376.00 પર બંધ રહ્યો હતો.

વૈશ્વિક બજારોમાં ઘટાડો
કોરાનાના મામલાઓમાં વધારાથી વિશ્વભરના રોકાણકારો રોકાણને લઈને નર્વસ છે. અમેરિકાના બજારોમાં ભારે વેચવાલીના પગલે આજે એશિયાઈ બજારોમાં થોડો ઘટાડો છે. દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ 0.65 ટકા ઘટી કારોબાર કરી રહ્યો છે. જોકે હેંગસેંગ, નિક્કેઈ અને શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ હલકા વધારા સાથે કારોબાર કરી રહ્યો છે. ગઈકાલે અમેરિકામાં રોકાણકારોએ ઉંચા ભાવ પર શેર વેચીને નફાની કમાણી કરી છે. નેસ્ડેક ઈન્ડેક્સ 1.25 ટકા ઘટી બંધ થયો હતો. આ સિવાય S&P 500 અને ડાઉ જોન્સ પણ ઘટાડા સાથે બંધ થયો હતો.

સોમવારે સેન્સેક્સ પ્રથમ વખત 49 હજારને વટાવી બંધ થયો હતો
ગઈ કાલે સેન્સેક્સ 486.81 અંક વધી 49269.32 પર બંધ થયો હતો. ઈન્ડેક્સની તેજીમાં IT અને ઓટો શેર સૌથી આગળ હતા. તેમાં ટાટા મોટર્સના શેર 11 ટકા પર બંધ થયા હતા. રેકોર્ડ તેજીના પગલે BSE પર લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ પ્રથમ વખત 196.56 લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ગઈકાલે નિફ્ટી ઈન્ડેક્સ 137.50 પર 14,484.75 પર બંધ થયો હતો. જોકે ખાસ વાત એ છે કે માત્ર સોમવારે જ વિદેશી રોકાણકારોએ 6.45 કરોડ રૂપિયાની ખરીદી કરી હતી.

TCSની માર્કેટ કેપ 12 લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ
મજબૂત ત્રિમાસિક પરિણામોને પગલે TCSના શેરમાં 2 ટકાનો વધારો નોંધાયો છે. શેર 3,224 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યો હતો. જે શેરની ન્યુ હાઈ પણ હતી. આ દરમિયાન કંપનીની માર્કેટ કેપ 12.09 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી હતી. આ લેવલ પર પહોંચનારી TCS બીજી કંપની બની. આ પહેલા રિલાયન્સે 12 લાખ કરોડ રૂપિયાના લેવલને વટાવ્યું. બીજી તરફ ઈન્ફોસિસની માર્કેટ કેપ વધીને 5.87 લાખ કરોડ રૂપિયા થઈ. આ રીતે જોઈએ તો કંપની રિલાયન્સ, ટીસીએસ અને HDFC બેન્ક પછી દેશની ચૌથ સૌથી મોટી કંપની બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser