તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Stock Market Latest Update: April 13, 2021 Share Market, Trade BSE, Nifty, Sensex Live News Updates

શેરબજાર:સેન્સેક્સમાં 224 અને નિફ્ટીમાં 78 પોઈન્ટનો સુધારો, ઓટો શેરમાં સૌથી વધારે ખરીદી, M&Mનો શેર 6% ઉપર

2 મહિનો પહેલા

વેપારના બીજા દિવસે મંગળવારે શેરબજાર તેજી સાથે ખુલ્યા હતા. સેન્સેક્સ 224 પોઈન્ટ વધીને 48,108 અને નિફ્ટી 78 પોઈન્ટ વધીને 14,389ની સપાટી પર પહોંચ્યા હતા. સેન્સેક્સમાં સામેલ 30માંથી 22 શેરોમાં તેજી જોવા મળી છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર સૌથી વધારે 6% ઉપર વેપાર કરી રહ્યા છે.

આ પહેલાં સોમવારે કોરોના અને લોકડાઉનના ડરના કારણે શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1707 પોઈન્ટના ઘટાડા સાથે 47,883ની સપાટી પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 524 પોઈન્ટ ઘટીને 14,310ની સપાટી પર બંધ થયો હતો. સેન્સેક્સમાં સામેલ 30માંથી 29 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.

રોકાણકારો સૌથી વધારે ખરીદી ઓટો સેક્ટરમાં કરી રહ્યા છે. NSE પર ઈન્ડેક્સ 2.6 ટકા ઉપર 9664 પર વેપાર કરતો હતો. આ જ પ્રમાણે બેન્કિંગ અને મેટલ શેરોમાં પણ આજે ખરીદી જોવા મળી હતી. બીએસઈ પર 2,852 શેરોમાં વેપાર કરી રહ્યો છે. 1642 શેરમાં વધારો અને 1046 શેરો ઘટાડા સાથે વેપાર કરી રહ્યા છે. લિસ્ટેડ કંપનીઓની ટોટલ માર્કેટ કેપ 201.68 લાખ કરોડ થઈ ગઈ છે. જે ગઈ કાલે 200.85 લાખ કરોડ હતી.

અન્ય સમાચારો પણ છે...