તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Rose 558 Points, Nifty Closed At 14653; Shares Of Bajaj Finance, IndusInd Bank Rose

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 558 અંક વધ્યો, નિફ્ટી 14653 પર બંધ; બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્કના શેર વધ્યા

મુંબઈ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારૂતિ સુઝુકી, NTPC, કોટક મહિન્દ્રા, નેસ્લે, ડો.રેડ્ડી લેબ્સના શેર ઘટ્યા

ભારતીય શેરબજારો સપ્તાહના બીજા દિવસે વધીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 558 અંક વધીને 48944 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 168 અંક વધીને 14653 પર બંધ રહ્યો હતો. સેન્સેક્સ પર લાર્સન, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેન્ક, રિલાયન્સ, SBI સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. લાર્સન 3.33 ટકા વધીને 1380.35 પર બંધ રહ્યો હતો. બજાજ ફાઈનાન્સ 3.02 ટકા વધીને 4873.45 પર બંધ રહ્યો હતો. જોકે મારૂતિ સુઝુકી, NTPC, કોટક મહિન્દ્રા, નેસ્લે, ડો.રેડ્ડી લેબ્સ સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. મારૂતિ સુઝુકી 1.24 ટકા ઘટીને 6558.20 પર બંધ રહ્યો હતો. NTPC 0.54 ટકા ઘટીને 102.00 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજાર ફ્લેટ રહ્યાં

  • હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ સામાન્ય નબળાઈની સાથે 28933.45 પર બંધ થયો.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ પોઝિટિવ રુઝાનની સાથે 3442 પર ફલેટ રહ્યો.
  • કોરિયાનો કોસ્પી પણ નેગેટિવ રુઝાનની સાથે 3215 પર ફલેટ બંધ થયો.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 0.42 ટકાના ઘટાડા સાથે 29003 પર બંધ થયો હતો.

અમેરિકાના બજારમાં રહ્યો ઉતાર- ચઢાવ
સોમવારે અમેરિકાના બજાર ઉતાર-ચઢાવ સાથે બંધ થયા હતા. ડાઉ જોન્સ 0.18 ટકાના ઘટાડા સાથે 61.92 અંક નીચે 33981.60 પર બંધ થયો હતો. નેસ્ડેક 0.87 ટકાના વધારા સાથે 121.97 અંક ઉપર 14138.80 પર બંધ થયો હતો. S&P 500 ઈન્ડેક્સ પણ 9.13 પોઈન્ટ ઉપર 4189.30 પર બંધ થયો હતો.

FII અને DII ડેટા
NSE પરના પ્રોવિઝનલ ડેટા મુજબ, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવારે 26 એપ્રિલે વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ શુદ્ધ રૂપથી 1111.89 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 1022.57 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો