તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Stock Brokers Association Appeals To Reduce Peak Margin For Intra Day Trades To 50 Per Cent

ભાસ્કર ખાસ:ઈન્ટ્રા ડે ટ્રેડ્સ માટે પિક માર્જિન ઘટાડી 50 ટકા કરવા સ્ટોક બ્રોકર્સ એસોસિયેશનની અપીલ

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસના માર્જિન પર ટેક્સ ગેરવાજબી, દેશના 900 સ્ટોક બ્રોકર્સ સામેલ

સ્ટોક બ્રોકર્સ એસોસિએશન એન્મીએ માર્કેટ રેગ્યુલેટર સેબીને ઈન્ટ્રા ડે માટેના પિક માર્જિન 75 ટકાથી ઘટાડી 50 ટકા કરવા અપીલ કરી છે. પીક માર્જિનમાં ઘટાડાનો લાભ વ્યક્તિગત રોકાણકારો, ટ્રેડિંગ સભ્યોને થશે. તેમજ કેપિટલ માર્કેટના ગ્રોથમાં પણ મદદરૂપ બનશે.

એન્મીએ જણાવ્યુ હતુ કે, ડિસેમ્બર, 2020થી પીક માર્જિનો કોન્સેપ્ટ અમલમાં આવ્યો છે. જેમાં સભ્યોએ ગ્રાહકો પાસેથી માન્ય માર્જિનના 25 ટકા રકમ એકત્ર કરવાની જરૂર હતી. જે 50 ટકા સુધી વધી હતી. હાલ એપ્લિકેબલ માર્જિનના 75 ટકા રકમ પીક માર્જિન તરીકે એકત્ર કરવામાં આવે છે. જે સપ્ટેમ્બર સુધીમાં વધી 100 ટકા થવાની શક્યતા છે.

ધ એસોસિએશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઈન્ડિયાએ જણાવ્યુ હતુ કે, એસોસિએશનના સભ્યો તરફથી મેળવેલા પ્રતિસાદોના આધારે સેબીને પીક માર્જિનમાં ઘટાડો કરવા અરજ કરી છે. જેમાં તમામ માર્કેટ પ્રતિનિધિઓનો પર્યાપ્ત રિસ્ક કવરેજ વધ્યો છે. જેથી એન્મીએ રેગ્યુલેટરને પિક માર્જિન ઘટાડી 50 ટકા કરવા માગ કરી છે. વધુમાં ઈન્ટ્રાડે ટ્રેડનુ જોખમ 25થી 33 ટકા હોય છે. જેથી મહત્તમ 50 ટકા માર્જિન એકત્ર કરવુ યોગ્ય છે.

બ્રોકર્સ એસોસિએશન અનુસાર, ઈન્ટ્રા ડે અને એન્ડ ઓફ ધ ડે ટ્રેડ્સ હોલ્ડિંગની મુદ્દત, જોખમ, રોકાણકારોના વર્ગ જેવી બાબતોમાં તદ્દનપણે ભિન્ન છે. ઈન્ટ્રા ડે પોઝિશન્સ લિક્વિડિટી, વોલ્યુમ અને માર્કેટના ઉંડાણનુ સર્જન અને ઈમ્પેક્ટ કોસ્ટમાં ઘટાડો કરે છે. એન્મીએ જણાવ્યુ હતુ કે, ડિસેમ્બર, 2020થી પીક માર્જિનો કોન્સેપ્ટ અમલમાં આવ્યો છે. જેમાં સભ્યોએ ગ્રાહકો પાસેથી માન્ય માર્જિનના 25 ટકા રકમ એકત્ર કરવાની જરૂર હતી. જે 50 ટકા સુધી વધી હતી.

હાલ એપ્લિકેબલ માર્જિનના 75 ટકા રકમ પીક માર્જિન તરીકે એકત્ર કરવામાં આવે છે. આગામી સમયમાં જો માર્જિનમાં ઘટાડો કરવામાં નહિં આવે તો વોલ્યુમ પર મોટી અસર જોવા મળી શકે તેમ છે. ઈન્ટ્રા ડે પોઝિશન્સ માર્કેટના કલાકો પૂર્ણ થતાં પહેલાં જ વસૂલી લેવામાં આવે છે. જ્યારે બે દિવસના માર્જિન પર ટેક્સ ગેરવાજબી છે. એન્મી ગ્રુપમાં દેશના 900 સ્ટોક બ્રોકર્સ સામેલ છે.

ઓપ્શન્સ સાથે વેલ્યુએશન પર માર્ગદર્શિકા
મ્યુચ્યુઅલ ફંડ્સ દ્રારા રોકાણ કરવામાં આવેલા મલ્ટીપલ પુટ ઓપ્શન્સ ધરાવતા સિક્યુરિટીઝના મૂલ્યાંકન સંબંધિત માર્કેટ રેગ્યુલેટર સેબીએ માર્ગદર્શિકા જારી કરી છે. નવી માર્ગદર્શિકા 1 ઓક્ટોબર, 2021થી શરૂ થશે. મલ્ટીપલ પુટ ઓપ્શન્સ સાથે સિક્યુરિટીઝના વેલ્યુએશન એ પ્રારંભિક તબક્કે છે. પુટ ઓપ્શનનું પરિબળ વેલ્યુએશન એજન્સી દ્રારા સિક્યુરિટીના વેલ્યુએશન માટે થાય છે. માર્ગદર્શિકા અંતર્ગત, મ્યુચ્યુઅલ ફંડ દ્રારા પુટ ઓપ્શનની એક્સરસાઈઝ ન થતી હોય તો ફંડ હાઉસે તેના માટે વાજબી કારણ આપવુ પડશે. પુટ ઓપ્શન સ્કીમના સમર્થનમાં રહેશે. એએમસી ટ્રસ્ટના સીઈઓ સંદીપ બાગ્લાએ જણાવ્યુ હતુ કે, આ વલણ ફંડ મેનેજર્સને તેમના હેતુઓ અને ફંડ મેનેજમેન્ટનની કામગીરીને શ્રેષ્ઠ બનાવશે.

અન્ય સમાચારો પણ છે...