રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના કારણે સપ્લાય ચેઈનમાં અડચણો વધી છે. પરિણામે સ્થાનિક સ્ટીલ ઉત્પાદકોએ હોટ-રોલ્ડ કોઈલ (એચઆરસી) અને ટીએમટી સળિયાના ટન દીઠ ભાવમાં રૂ. 5000નો વધારો કરવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિને અનુસરતા આગામી સપ્તાહમાં ભાવમાં વધુ વધારો થવાની અપેક્ષા ઉદ્યોગ નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
ઉત્પાદન ખર્ચ વધ્યા છે પરિણામે ઓટો, અપ્લાયન્સિસ, કંસ્ટ્રક્શન, અને રિયલ એસ્ટેટ સહિત અન્ય કન્ઝ્યુમર ફ્રેન્ડલી ઈન્ડસ્ટ્રીમાં એચઆરસી અને ટીએમટી બાર્સનો ઉપયોગ થાય છે. સ્ટીલના ભાવોમાં વધારો થતાં ઘર, વાહનો, અને કન્ઝ્યુમર ગુડ્સના ભાવોમાં 10-15 ટકાનો વધુ વધારો થવાની સંભાવના છે.
એચઆરસીની કિંમત રૂ. 66 હજાર પ્રતિ ટન જ્યારે ટીએમટી બારની કિંમત ટનદીઠ રૂ. 65000 કરવામાં આવી છે. યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેઈન પર અસર થઈ છે. પરિણામે ઈનપુટ કોસ્ટ વધી છે. કુકિંગ કોલસો ટન દીઠ 500 ડોલર પર ટ્રેડેડ છે. કાચા માલની કિંમત અત્યારસુધી 20 ટકા વધી છે. જરૂરિયાતના 85 ટકા કુકિંગ કોલસો આયાત થાય છે. જે સ્ટીલના ઉત્પાદન માટે મુખ્ય રો મટિરિયલ છે. જેની ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, કેનેડા અને અમેરિકામાંથી આયાત થાય છે.
વૈશ્વિક સ્તરે ઉત્પાદકોનું કોસ્ટ સ્ટ્રક્ચર ખોરવાયું
અમે સતત પરિસ્થિતિનુ નિરિક્ષણ કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકો અને સ્ટેકહોલ્ડર્સ તેની અસરમાંથી બાકાત રહે તેવી યોજનાઓ અમલમાં મુકી છે. એએમએનએસ ઈન્ડિયાના સીએમઓ રંજન ધારે જણાવ્યા પ્રમાણે, વર્તમાન યુદ્ધની સ્થિતિના કારણે સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તમામ કોમોડિટીના ભાવ આસમાને પહોંચ્યા છે. પરિણામે વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉત્પાદકોના ખર્ચ માળખામાં પ્રતિકૂળ અસરો થઈ છે. ટૂંકસમયમાં આ અંગે ચિત્ર સ્પષ્ટ થશે.
વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં રશિયાનો 4-5% હિસ્સો
રશિયા એલ્યુમિનિયમમાં 4.2 ટકા હિસ્સા સાથે મોટો સપ્લાયર દેશ છે. આ ઉપરાંત નિકલ પણ એપ્રિલ 2011 બાદ એટલે સરેરાશ 10 વર્ષની નવી ઉંચી સપાટી પર 25640 ડોલર પ્રતિ ટન ક્વોટ થવા લાગ્યું છે. આગામી સમયમાં પણ મેટલ્સમાં તોફાની તેજી જોવા મળે તેવો અંદાજ કુંવરજી કોમોડિટીઝના સૌમીલ ગાંધીએ દર્શાવ્યો છે. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના જણાવ્યા અનુસાર રશિયાએ 76 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન કર્યું છે.
પેલેડિયમમાં 46 ટકાનો હિસ્સો
પેલેડિયમમાં રશિયા 45.6 ટકા હિસ્સા સાથે ટોચના સ્થાને રહ્યું છે. સપ્લાય અટકશે અને આગામી સમયમાં માઇનીંગ ખોરવાશે તેવા અહેવાલે પેલેડિયમમાં તેજી જોવા મળી છે. પેલેડિયમમાં દૈનિક ધોરણે સરેરાશ 3-4 ટકાની તેજી જોવા મળી છે. વધુ 100 ડોલર ઉંચકાઇ 2900 ડોલર રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.