તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દરોડા:સ્ટેટ GST વિભાગે ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા સહિત 21 કંપનીઓમાં દરોડા પાડી રૂ. 500 કરોડથી વધુનું બોગસ બિલિંગ કૌભાંડ પકડયું

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇલેક્ટ્રોથર્મ પાસેથી સ્થળ પર જ રૂ. 10.87 કરોડનો વેરો વસુલયો
 • કંપનીના ટ્રકમાંથી રૂ. 33.63 લાખનો વિદેશી દારૂ પણ પકડાયો
 • વિભાગે 21 પેઢીઓના 52 સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા

સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) વિભાગે રાજ્યની 21 પેઢીઓના અમદાવાદ, ભાવનગર અને ગાંધીધામ ખાતે 52 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને તેમ રૂ. 500 કરોડથી વધુની ટેક્સ ચોરી પકડી પાડી હતી. સ્ટેટ GSTની માહિતી મુજબ આમાંથી રૂ. 450 કરોડનું કૌભાંડ તો એકલા ભાવનગરની 11 પેઢીઓમાંથી જડપી પડયું હતું. આ સિવાય અમદાવાદની ઇલેક્ટ્રોથર્મ ઇન્ડિયા લિમિટેડમાંથી પણ રૂ. 46.69 કરોડની ટેક્સ ચોરી પકડી હતી.

ઇલેક્ટ્રોથર્મમાં રેડ દરમિયાન 900 બોટલ વિદેશી દારૂ પકડાયો
તપાસ માટે GST વિભાગે ઇલેક્ટ્રોથર્મ કંપનીના એક ટ્રકની તપાસ કરતાં તેમાંથી રૂ. 33.63 લાખનો 900 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો અને સાથે જ 50 જેટલા બોક્સમાં GSTને લાગતું સાહિત્ય પણ મળી આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ઇલેક્ટ્રોથર્મમાંથી રૂ. 46.69 કરોડના એવા વ્યવહારો મળ્યા હતા જેના પર ટેક્સ ભરાયો ન હતો. આ માટે કંપની પાસેથી રૂ. 10.87 કરોડનો વેરો સ્થળ પર જ વસૂલવામાં આવ્યો હતો.

ભાવનગરમાંથી સૌથી વધુ ટેક્સ ચોરી પકડાઈ
આજના દરોડા દરમિયાન ભાવનગરની 11 કંપનીઓમાંથી રૂ. 451 કરોડની GST ચોરી પકડી પાડી હતી. આ તમામ પેઢીઓ પાસેથી રૂ. 81.18 કરોડનો ટેક્સ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સિવાય ઇન્ટિગ્રેટેડ ઇડિકશન પાવર કોમ્પની પાસેથી રૂ. 92.66 લાખ અને ઇન્ડસ યુનિવર્સિટી પાસેથી રૂ. 8.44 લાખનો વેરો વસૂલવામાં આવ્યો છે. મિશન દરમ્યાન મોટા પ્રમાણમાં સાહિત્ય જપ્ત કર્યું છે જેની તપાસ ચાલી રહી છે. તપાસમાં આનાથી વધુ રકમની ટેક્સ ચોરી સામે આવી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો