એસ્સાર સ્ટીલ / સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે કહ્યું- કમિટી ઓફ ક્રેડિટર્સે આર્સેલર મિતલ સાથે ગુપ્ત સોદાબાજી કરી

Standard Chartered Bank said - Committee of creditors secretly negotiate with ArcelorMittal
X
Standard Chartered Bank said - Committee of creditors secretly negotiate with ArcelorMittal

  • કહ્યું- તેને કુલ બાકીની રકમના 1.7 ટકા આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો, બીજા ક્રેડિટર્સને 85 ટકાનો પ્રસ્તાવ મળ્યો
  • દેવાળિયા પ્રક્રિયા અંતર્ગત એસ્સાર સ્ટીલ માટે આર્સેલર મિતલે 42,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી
     

Divyabhaskar.com

May 15, 2019, 02:19 PM IST

નવી દિલ્હીઃ સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કે કહ્યું છે કે એસ્સાર સ્ટીલની કમિટી ઓફ ક્રેડિટર્સે(સીઓસી) આર્સેલર મિતલની કંપનીની સાથે છુપી રીતે સોદાબાજી કરી છે, આ કારણે તેને નુકસાન થયું છે. બેન્કે મંગળવારે કહ્યું કે આ રીત ગેરકાયદેસર હતી. સીઓસીએ આમ કરવાથી બોલીની રકમ ઓછી થઈ ગઈ અને તેના હિતોને નુકસાન થયું છે. દેવાળિયા પ્રક્રિયા અંતર્ગત એસ્સાર સ્ટીલને ખરીદવા માટે આર્સેલર મિતલે 42,000 કરોડ રૂપિયાનો પ્રસ્તાવ આપ્યો હતો.
 

સીઓસીએ ભેદભાવ કર્યોઃ સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્ક

સ્ટાન્ડર્ડ ચાર્ટડ બેન્કે નેશનલ કંપની લો એપીલેટ ટ્રિબ્યુનલ(એનસીએલએટી)માં કહ્યું કે સીઓસીએ તેની સાથે ભેદભાવ કર્યો. એસ્સાર સ્ટીલના રિઝોલ્યુશન પ્લાન અંતર્ગત તેને પોતાની બાકી રકમનો માત્ર 1.7 ટકા હિસ્સો આપવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો. જયારે બીજા ફાઈનાન્શિયલ ક્રેડિટર્સને 85 સુધી મળી રહ્યો હતો.

એસ જે મુખોપાધ્યાયની અધ્યક્ષતા વાળી એનસીએલએટીના બે સભ્યોની બેન્ચે એસ્સાર સ્ટીલના મોટા શેરહોલ્ડલર્સ પ્રત્યે સખ્ત વલણ અપનાવ્યું. એસ્સાર સ્ટીલની પ્રમોટર કંપની એસ્સાર સ્ટીલ હોલ્ડિંગ્સ લિમિટેડે થોડા દિવસો અગાઉ આર્સેલરમિતલની બોલીને પડકારી. તેમણે કહ્યું હતું કે આર્સેલરમિતલના પ્રમોટર લક્ષ્મી મિતલને તેમના ભાઈઓની ડિફોલ્ટર કંપનીઓ સાથે સંબધ હતા.

એનસીએલટીએ કહ્યું છે કે ઈએસએએચએલે દખલ દેવા માટે આ તકને શાં માટે પસંદ કરી, જયારે તે આ પ્રક્રિયામાં સામેલ હતી. ટ્રિબ્યુનલે કહ્યું કે અમે અંત વગરની પ્રક્રિયામાંથી બચવા માંગીએ છીએ. આ મહિને જ સુનાવણી પુરી કરવામાં આવશે, જેથી ચુકાદો આપી શકાય. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી