તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Business
  • Sensex Down 627 Points, Nifty Closes At 14690; Shares Of HDFC Bank, Powergrid Corp Fell

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શેરબજાર:સેન્સેક્સ 627 અંક ઘટ્યો, નિફ્ટી 14690 પર બંધ; HDFC બેન્ક, પાવરગ્રીડ કોર્પના શેર ઘટ્યા

મુંબઈ17 દિવસ પહેલા
  • બજાજ ફિનસર્વ, ITC, HUL, SBI, TCSના શેર વધ્યા

ભારતીય શેરબજારો આજે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 627 અંક ઘટીને 49509 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 154 અંક ઘટીને 14690 પર બંધ રહ્યો હતો.

સેન્સેક્સ પર HDFC, HDFC બેન્ક, પાવર ગ્રીડ કોર્પ, ટેક મહિન્દ્રા, ICICI બેન્ક સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. HDFC 3.82 ટકા ઘટીને 2505.00 પર બંધ રહ્યો હતો. પાવર ગ્રીડ કોર્પ 2.68 ટકા ઘટીને 215.70 પર બંધ રહ્યો હતો. જોકે બજાજ ફિનસર્વ, ITC, SBI, HUL, TCS સહિતના શેર વધીને રહ્યાં હતા. બજાજ ફિનસર્વ 1.82 ટકા વધીને 9670.00 પર બંધ રહ્યો હતો. ITC 1.44 ટકા વધીને 217.70 પર બંધ રહ્યો હતો.

એશિયાઈ બજારોમાં હલ્કો ઘટાડો

  • હોંગકોેંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 39 અંક ઘટી 28533 પર આવી ગયો છે.
  • ચીનનો શંઘાઈ કમ્પોઝિટ 21 પોઈન્ટ ઘટી 3435 પર કારોબાર કરી રહ્યો છે.
  • જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 189 અંક ઘટી 29243 પર કારોબાર કરી રહ્યો છે.
  • કોરિયાના કોસ્પી ઈન્ડેક્સ અને ઓસ્ટ્રેલિયાના ઓલ ઓર્ડિનરીઝ ઈન્ડેક્સમાં 1 ટકા સુધીનો વધારો છે.

અમેરિકાના બજારમાં ઘટાડો
ટેક્નોલોજી શેરમાં વેચવાલીના કારણે અમેરિકાના શેરબજારોમાં ઘટાડો નોંધાયો છે. ડાઉ જોન્સ ઈન્ડેક્સ 104.41 અંક ઘટાડા સાથે 33067 પર બંધ થયો હતો. નેસ્ડેક ઈન્ડેક્સ 14 અંક ઘટી 13045 અંક પર બંધ થયો. આ રીતે S&P 500 ઈન્ડેક્સ પણ 12 અંક ઘટીને 3958 અંક પર આવી ગયો છે. આ પહેલા યુરોપિયન માર્કેટમાં 1-1 ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ફ્રાન્સ, બ્રિટન અને જર્મનીના શેરબજાર સામેલ છે.

બજારમાં સતત બીજા દિવસે ખરીદી
શેરબજારમાં 30 માર્ચે સતત બીજા દિવસે જોરદાર ખરીદી રહી. સેન્સક્સ 1128 અંકના વધારા સાથે 50136 અને નિફ્ટી 337 અંક વધી 14845 પર બંધ થયો હતો. NSEના પ્રોવિઝનલ ડેટા મુજબ વિદેશી સંસ્થાગત રોકાણકારો(FII)એ 769.47 કરોડ રૂપિયા અને ઘરેલુ સંસ્થાગત રોકાણકારો(DII)એ 2181.01 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો